Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં ત્રણ રાજાઓ ઊભા થશે, અને ચોથો એ બધા કરતાં ઘણો જ દ્રવ્યવાન થશે, તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હવે હું તને સત્ય પ્રગટ કરીશ. ત્રણ રાજાઓ ઇરાનમાં ઊભા થશે, ચોથો રાજા તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. તે પોતાના ધનનો ઉપયોગ કરીને ગ્રીસના રાજ્ય વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:2
17 Iomraidhean Croise  

યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું, અને ઇરાનના રાજા દર્યાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું.


વળી આર્તાહશાસ્તાના સમયમાં, બિશ્લામે, મિથ્રદાથ, તાબેલે તથા તેના બીજા સંગાથીઓએ ઇરાનના રાજા આર્તાહશાસ્તા ઉપર એક કાગળ અરામી લિપિમાં લખ્યો, ને તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો.


આહાશ્વેરોશ ભારતથી તે કૂશ સુધી એકસો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેના સમયમાં એમ બન્યું કે,


સત્યનાં વચનો તું ચોક્‍કસ જાણે, અને જે તને મોકલનાર‌ છે તેની પાસે જઈને સત્ય વચનોથી જ તું તેને ઉત્તર આપે?


ઈરાનના રાજા કોરેશને ત્રીજે વર્ષે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સાર પાડેલું હતું, તેને એક બાબત પ્રગટ કરવામાં આવી. એ બાબત એક મોટા યુદ્ધની હતી, ને તે ખરી હતી; તેને એ બાબતની સમજણ પડી, ને તેને સંદર્શન વિષે સમજૂતી મળી.


મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિમ્મત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે; પણ તે પણ ટકશે નહિ, કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે.


વળી જુઓ, એક જુદી જાતનું બીજું જાનવર રીંછના જેવું હતું, તેની એક બાજુનો [પંજો] ઊંચો રાકવામાં આવ્યો હતો ને તેના મોંમાં તેના દાંતો વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેઓએ તેને કહ્યું, ‘ઊઠ, ઘણા માસનો ભક્ષ કર, ’


રૂઆંવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે; તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.


સાંજ-સવાર વિષે જે સંદર્શન કહેવામાં આવ્યું છે તે ખરું છે; પણ તું તે સંદર્શન ગુપ્ત રાખ; કેમ કે તે ઘણા દૂરના કાળ વિષે છે.”


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


ખચીત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.


જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યા (અને શાસ્‍ત્રનો ભંગ થતો નથી),


રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan