Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પછી પોતાના આખા રાજ્યના બળસહિત તથા વાજબી શરતો લઈને, તે આવવાનો નિશ્ચય કરશે, અને તે [પોતાની મરજી પ્રમાણે] કરશે. અને તે તેને એ માટે આપશે કે, તે તેનો નાશ કરે. પણ તેની [મુરાદ] બર આવવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 “અરામનો રાજા પોતાના સમગ્ર સૈન્ય સહિત ચઢાઈનું આયોજન કરશે. દુશ્મનના રાજ્યનો નાશ કરવા માટે તે તેની સાથે રાજકીય સંબંધ બાંધશે અને તેની સાથે પોતાની પુત્રીનું લગ્ન કરાવવાની તૈયારી બતાવશે; પણ તેની યોજના પાર પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ઉત્તરનો રાજા પોતાના આખા રાજ્યના બળ સહિત આવશે, તે દક્ષિણના રાજા સાથે કરાર કરશે. તે દક્ષિણના રાજ્યનો નાશ કરવા માટે દક્ષિણના રાજાને પોતાની દીકરી લગ્ન કરવા માટે આપશે, પણ તે યોજના સફળ થશે નહિ કે તેને મદદ મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:17
15 Iomraidhean Croise  

તે સમયે અરામના રાજા હઝાએલે ચઢાઈ કરીને ગાથ સામે યુદ્ધ કર્યું, ને તે સર કર્યું. પછી હઝાએલ યરુશાલેમ પર ચઢાઈ કરવાને તે તરફ વળ્યો.


આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પિટાવ્યો.


જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


યુદ્ધમાં જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા માટે મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે તે વખતે ફારુન પોતાનું મહાન સૈન્ય તથા મોટો સમુદાય છતાં તેના લાભમાં કંઈ કરી શકશે નહિ.


“હે મનુષ્યપુત્ર, તારું મુખ આમ્મોનીઓ તરફ રાખીને તેમની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;


વળી તું લોઢનો એક તવો લે, ને તેને તારી તથા નગરની વચ્ચે લોઢાના કોટ તરીકે મૂક. અને તું તારું મો તેની તરફ રાખ, એટલે જાણે કે તેણે ઘેરો નાખવામાં આવશે, ને તું તેની સામે ઘેરો નાખશે, એ ઈઝરાયલ પ્રજાને માટે ચિહ્‍નરૂપ થશે.


તારો હાથ ઉઘાડો રાખીને તારે યરુશાલેમના ઘેરા તરફ પોતાનું મોં રાખવું; અને તારે યરુશાલેમની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.


પછી તે પોતાનું મુખ પોતના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે, પણ તે ઠેસ ખાઈને પડી જશે, ને તે ફરીથી જડશે નહિ.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


તેઓ સર્વ મારફાડ કરવાને આવે છે. તેમના ચહેરા પૂર્વ તરફ જવાને તલપી રહ્યા છે. અને તેઓ રેતીના કણ જેટલા કેદીઓ ભેગા કરે છે.


જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.


જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સંગ્રહ કરતો નથી તે વેરી નાખે છે.


તેમને ઉપર લઈ લેવાવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવા માટે પોતાનું મોં [તે તરફ] દઢ રાખ્યું.


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


Lean sinn:

Sanasan


Sanasan