Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે, ને તેની સામે કોઈ ટકશે નહિ. અને તે એ રળિયામણા દેશમાં ઊભો રહેશે, ને તે તેના હાથમાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 અરામનો રાજા તેમની સાથે ફાવે તેમ વર્તશે. કોઈપણ જાતના વિરોધ વિના તે વચનના દેશમાં ઊભો રહેશે અને તે દેશ પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ ઉત્તરનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે દક્ષિણના રાજા વિરુદ્ધ યુદ્ધ કરશે, તેને કોઈ રોકી શકશે નહિ; એ રળિયામણા દેશમાં તેની સત્તા સ્થપાશે. અને તે તેનો કબજો મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “‘પણ એની સામે ચઢી આવેલો અરામનો રાજા કોઇ પણ જાતના અવરોધ વગર આગળ વધશે, કોઇ તેને રોકી શકશે નહિ; અને તે ઇસ્રાએલની મહિમાવાન ભૂમિમાં દાખલ થશે અને તેનો કબજો મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 11:16
11 Iomraidhean Croise  

તે યહૂદિયામાં ધસી આવશે; તે ઊભરાઈને આરપાર જશે; તે ગળા સુધી પહોંચશે; અને તેની પાંખોના વિસ્તારથી, હે ઈમાનુએલ, તારો આખો દેશ ભરપૂર થઈ જશે.”


પણ મેં કહ્યું, “હું તને પુત્રોમાં કેમ ગણું? અને આનંદમય દેશ, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો, હું તને કેમ આપું? મેં ધાર્યું હતું કે, તું મને તારો પિતા કહીશ, તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહિ.


એક પરાક્રમી રાજા ઊભો થશે, તે મહા પ્રતાપથી રાજ ચલાવશે, ને પોતાની મરજી પ્રમાણે કરશે.


રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.


તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે, ને ઘણા દેશો પાયમાલ થઈ જશે. પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓનો ઘણોખરો ભાગ તેના હાથમાંથી બચી જશે.


સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાદશાહી તંબુઓ મારશે; તોપણ તેનો અંત આવશે, ને તેને કોઈ સહાય કરશે નહિ.


અને જે મહત્તા ઈશ્વરે તેમને આપી હતી તેના પ્રતાપથી સર્વ લોકો, પ્રજાઓ તથા [સર્વ] ભાષાઓ [બોલનાર માણસો] તેમનાથી ધ્રૂજતા તથા બીતા હતા : તે ચાહતા તેને મારી નાખતા, ને ચાહતા તેને જીવતદાન આપતા; તે ચાહતા તેને ઊંચે ચઢાવતા, ને ચાહતા તેને નીચે પાડતા.


મેં તે મેંઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથાં મારતો જોયો. અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, ને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું; તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો, ને બડાઈ મારતો હતો.


મેં તેને મેંઢાની પાસે આવી પહોંચતો જોયો, ને તે મેંઢા પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેંઢાને મારીને તેનાં બન્‍ને શિંગડાં ભાગી નાખ્યાં. તેની સામે ટક્કર લેવાને મેંઢો તદ્દન અશક્ત ને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેંઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો.


તેઓમાંના એકમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું, તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળીયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan