Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 10:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એવી રીતે હું એકલો પડ્યો, ને મેં એ મોટું સંદર્શન જોયું, ને મારામાં કંઈ શક્તિ રહી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી એ અદ્‍ભુત દર્શન જોતો હું એકલો જ ત્યાં રહી ગયો. મારામાં કંઈ શક્તિ રહી નહિ અને મારો ચહેરો એવો બદલાઈ ગયો કે મને કોઈ ઓળખી પણ ન શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું એકલો રહી ગયો અને આ મહાન સંદર્શન જોયું. મારામાં સામર્થ્ય રહી નહિ; ભયથી મારો દેખાવ ફિક્કો પડી ગયો, હું શક્તિહીન થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 10:8
15 Iomraidhean Croise  

અને પનીએલની પાર જતાં તેના પર સૂર્ય ઊગ્યો, ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો.


અને મૂસાએ કહ્યું, “હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે, ઝાડવું કેમ ભસ્મ થતું નથી.”


ત્યારે માનવી સ્વરૂપનો કોઈએક મારા હોઠોને અડક્યો. ત્યારે હું મારું મુખ ઉઘાડીને બોલ્યો, ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું, “હે મારા મુરબ્બી, સંદર્શનને લીધે મને ખેદ થયો છે, ને મારામાં કંઈ જ શક્તિ રહી નથી.


કેમ કે આ મારા મુરબ્બીનો દાસ આ મારા મુરબ્બીની સાથે કેમ વાત કરી શકે? કેમ કે મારામાંથી તો બળ છેક લોપ થયું છે, ને મારામાં દમ પણ રહ્યો નથી.”


આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા, દાનિયેલના, વિચારોથી મને બહું ગભરાટ થયો, ને મારું મોં ઊતરી ગયું; પણ મેં આ વાત મારા મનામાં રાખી.”


પછી મને દાનિયેલને મૂર્છા આવી, ને હું કેટલાક દિવસો સુધી માંદો રહ્યો, ત્યાર પછી હું ઊઠીને રાજ્યનું કામકાજ કરવા લાગ્યો; અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો, પણ કોઈને તેની સમજણ પડી નહિ.


મેં તેને મેંઢાની પાસે આવી પહોંચતો જોયો, ને તે મેંઢા પર બહુ ક્રોધે ભરાયો હતો. તેણે મેંઢાને મારીને તેનાં બન્‍ને શિંગડાં ભાગી નાખ્યાં. તેની સામે ટક્કર લેવાને મેંઢો તદ્દન અશક્ત ને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેંઢાને છોડાવી શકે એવો કોઈ નહોતો.


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા.


કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ બીધા હતા.


જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે કે જયારે તમે દરેક માણસ પોતપોતાનાંની તરફ વિખેરાઈ જશો, અને મને એકલો મૂકશો, તોપણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


Lean sinn:

Sanasan


Sanasan