Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 10:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ; કેમ કે તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ દીન થવામાં લગાડ્યું, તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી; અને તારી વિનંતીઓની ખાતર હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેણે મને કહ્યું, “હે દાનિયેલ, બીશ નહિ, કેમ કે, તેં તારું મન સમજવામાં તથા તારા ઈશ્વરની આગળ નમ્ર થવામાં લગાડ્યું તે દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી વિનંતીને કારણે હું અહીં આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી તેણે મને કહ્યું, ‘ડરીશ નહિ, દાનિયેલ, કારણ, જે દિવસથી તેં સમજવાનો પ્રયત્ન કર્યો અને તારા દેવ આગળ દીન થયો તે દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તેના જવાબ રૂપે હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 10:12
26 Iomraidhean Croise  

જ્યારે મેં રુદન કર્યું, અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ,


જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


તું હાંક મારશે, ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું બૂમ પાડશે એટલે તે કહેશે, હું આ રહ્યો. જો તું જુલમની ઝૂંસરીને તથા ચેષ્ટા કરવાનું તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે,


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


તેણે મને કહ્યું, “હે દાનિયેલ, અતિ પ્રિય માણસ, જે વાતો હું તને કહું છું તે સમજ, ને ટટાર ઊભો રહે; કેમ કે મને હમણાં તારી પાસે જ મોકલવામાં આવ્યો છે.” જ્યારે તેણે મને આ વાત કહી ત્યારે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.


તેણે કહ્યું, “જે અતિ પ્રિય માણસ, બીશ નહિ, તને શાંતિ થાઓ, બળવાન થા, હા, બળવાન થા, ” જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે મને જોર આવ્યું, ને મેં કહ્યું, “મારા મુરબ્બી, બોલો; કેમ કે તમે મને બળ આપ્યું છે.”


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


તે તમારે આત્મકષ્ટ કરવું. તે સદાને માટે વિધિ છે.


અને એ જ સાતમા માસને દશમે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. અને તમે આત્મકષ્ટ કરો. કોઈ પણ જાતનું કામ ન કરો.


ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”


ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.


પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.


પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે.


દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.


દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે.


તેમણે તેઓને પૂછ્યું, “તમે કેમ ગભરાઓ છો? અને તમારા મનમાં તર્કવિતર્ક કેમ થાય છે?


‘પાઉલ, ગભરાઈશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે. અને જો, તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.’


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


Lean sinn:

Sanasan


Sanasan