Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 રાજાએ તેઓને માટે રાજાના ખાણામાંથી તથા તેને પીવાના દ્રાક્ષારસમાંથી રોજિંદો અમુક હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરવું, ને તે મુદતને અંતે તેઓને રાજાની હજૂરમાં રજૂ કરવામાં આવે [એવો ઠરાવ કર્યો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 રાજાએ એવો હુકમ પણ કર્યો કે તેમને દરરોજનું ભોજન રાજવી ખોરાક અને દ્રાક્ષાસવમાંથી જ આપવામાં આવે. ત્રણ વર્ષની તાલીમ પછી તેમને રાજાની સમક્ષ રજૂ કરવાના હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 રાજા, પોતે જે ભોજન લેતો હતો અને જે દ્રાક્ષારસ પીતો હતો તે જ તેમને પણ દરરોજ આપવામાં આવે એમ ઠરાવ્યું. તેમને ત્રણ વરસ સુધી શિક્ષણ આપવાનું હતું અને ત્રણ વર્ષને અંતે તેમને રાજા સમક્ષ રજૂ કરવાના હતાં.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 1:5
14 Iomraidhean Croise  

અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.


કેવા ધન્ય છે તમારા માણસો! કેવા ધન્ય‌ છે આ તમારા સેવકો, જેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે!


વળી તેની ખરચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હમેશાં દરરોજનું ભથ્થું મળતું હતું.


ધન્ય છે આ તમારા માણસોને, ને ધન્ય છે આ તમારા સેવકોને! કેમ કે તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે.


તેની સ્વાદિષ્ટ વસ્તુઓથી લોભાઈ ન જા; કેમ કે તે કપટી ભોજન છે.


તે માટે યહોવા કહે છે, “જો તું ફરીશ તો હું તને પાછો લાવીશ, અને મારી આગળ તું ઊભો રહીશ; અને જો તું હલકામાંથી મૂલ્યવાન જુદા પાડીશ, તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે, પણ તું તેઓની તરફ ફરીશ નહિ.


રાજાએ તેઓની સાથે વાતચીત કરી, તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ, તથા અઝાર્યાના જેવો કોઈ બીજો મળ્યો નહિ. માટે તેઓ રાજાની હજૂરમાં રહેનારા થયા.


પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, “રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહિ.” તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે, “વટાળથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ.”


દિવસની અમારી રોટલી આજ અમને આપો.


દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.


દિવસની અમારી રોટલી રોજ રોજ અમને આપો;


પણ બધો વખત જાગતા રહો, અને વિનંતી કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”


અને શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “કૃપા કરીને દાઉદને મારો હજૂરિયો થવા દે; કેમ કે તેના પર મારી કૃપાદષ્ટિ થઈ છે.”


Lean sinn:

Sanasan


Sanasan