Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે છોકરાઓમાં કંઈ ખોડખાંપણ ન હોય, પણ ઘણા ખૂબસૂરત, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્‍ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, ને રાજ્યમહેલમાં ઊભા રહી શકે એવા હોય. તારે તેમને ખાલદીઓની વિદ્યા તથા ભાષા શીખવવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 એ જુવાનોમાં કશી ખોડખાંપણ ન હોય, તેઓ ઉણપ વગરનાં, દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં ડહાપણ, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજાના મહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલદીઓની ભાષા તથા વિદ્યા શીખવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જે યુવાનોમાં કોઇ પણ પ્રકારની ખોડખાંપણ ન હોય, પણ ઘણા રૂપાળા, સર્વ બાબતમાં જ્ઞાનસંપન્ન, વિદ્યાપારંગત, વિજ્ઞાનનાં જાણકાર હોય, વળી રાજમહેલમાં રહેવાને લાયક હોય, એવા ઇસ્રાએલી યુવાનોને પસંદ કરીને તું તેઓને ખાલદીઓની ભાષા તથા લખાણ વિષે શીખવ.

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 1:4
23 Iomraidhean Croise  

અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.


આખા ઇઝરાયલમાં સૌંદર્યની બાબતમાં કોઈ પણ માણસ આબ્શાલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી.


પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને તું જુએ છે શું? તો [તારે જાણવું કે] તે તો રાજાઓની હજૂરમાં ઊભો રહેશે; તે હલકા માણસોની આગળ ઊભો નહિ રહેશે.


દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિમાન બનાવે છે.


પછી એલિયાકીમે, શેબનાએ તથા યોઆએ રાબશાકેને કહ્યું, “કૃપા કરીને આ તારા ચાકરોની સાથે અરામી ભાષામાં બોલ; કેમ કે અમે તે સમજીએ છીએ. પણ કોટ પર જે લોકો છે તેમના સાંભળતાં અમારી સાથે યહૂદી ભાષામાં બોલતો નહિ.”


યહોવા કહે છે, “જુઓ, હે ઇઝરાયલના વંશ, હું તમારા પર દૂરથી એક પ્રજા લાવીશ. તે તો પરાક્રમી પ્રજા છે, તે પુરાતન પ્રજા છે, તેની ભાષા તું જાણતો નથી, ને તે જે બોલે છે તે તું સમજતો નથી.


ખાલદીઓએ રાજાને ઉત્તર આપ્યો, “પૃથ્વી ઉપર એવું એકે માણસ નથી કે જે રાજાની વાત રાજાને વિદિત કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે, અધિકારીએ કદી પણ આવી વાત કોઈ જાદુગરને, મંત્રવિદ્યા જાણનારને કે, ખાલદીને પૂછી નથી.


ત્યારે રાજાએ આજ્ઞા કરી, “મારાં સ્વપ્નોનો ખુલાસો કરી બતાવવા માટે જાદુગરોને, મંત્રવિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને તેડાવો.” તેથી તેઓ હજૂરમાં આવીને રાજાની સંમુખ ઊભા રહ્યા.


તે વખતે કેટલાક ખાલદીઓએ રાજાની પાસે આવીને યહૂદીઓ ઉપર તહોમત મૂક્યું,


ત્યારે જાદુગરો, મંત્રવિદ્યા જાણનારા, ખાલદીઓ તથા જોષીઓ મારી હજૂરમાં આવ્યા. ત્યારે મેં તેમની આગળ સ્વપ્ન કહી બતાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો મારી આગળ કરી શક્યા નહિ.


તમારા રાજ્યમાં એક માણસ છે, જેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે; તમારા પિતાની કારકિર્દીમાં તેનામાં બુદ્ધિ, સમજણ તથા દૈવી જ્ઞાન માલૂમ પડ્યા હતા; તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ, હા, તમારા પિતાએ તેને જાદુગરોનો, મંત્રવિદ્યા જાણનારાઓનો, ખાલદીઓનો તથા જોષીઓનો અધિપતિ ઠરાવ્યો હતો;


રાજાએ મોટેથી બૂમ પાડી, “મંત્રવિદ્યા જાણનારાઓને, ખાલદીઓને તથા જોષીઓને અંદર લાવો.” રાજાએ બાબિલના જ્ઞાનીઓને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચીને તેનો અર્થ મને સમજાવશે તેને જાંબુડિયા [રંગના] વસ્ત્ર તથા તેને ગળે સોનાની સાંકળી પહેરાવવામાં આવશે, ને તે રાજ્યમાં ત્રીજો અધિકારી થશે.”


માદીઓના વંશના અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં,


તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે.


તે અરસામાં મૂસા જન્મ્યો, તે ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું.


મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા‍ ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


ત્યાર પછી તેણે ઝેબા તથા સાલ્મુન્‍નાને કહ્યું, “તાબોરમાં જે લોકોને તમે કતલ કર્યા, તે કેવા માણસો હતા?” તેઓએ ઉત્તર આપ્‍યો, “જેવો તું છે તેવા તેઓ હતા. પ્રત્યેક જણ રાજકુંવર જેવો હતો.”


Lean sinn:

Sanasan


Sanasan