Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારા હ્રદયને દિલાસો આપે, એ જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તે જ કારણથી હું તેને તમારી પાસે મોકલું છું, જેથી અમારા વિષેના સમાચાર તમને મળે અને તમે નિરાંત અનુભવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 4:8
16 Iomraidhean Croise  

તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.


એ કારણથી મેં તમારી પાસે તિમોથીને મોકલ્યો છે. તે પ્રભુમાં મારું પ્રિય તથા વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખવું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવડાવશે.


તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.


મેં તિતસને વિનંતી કરી, અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મા [ની પ્રેરણા] પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?


ઊલટું તમારે તો તેને માફી આપીને દિલાસો આપવો જોઈએ, રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય.


તમે અમારી સ્થિતિ જાણો, અને તે તમારાં હ્રદયોને દિલાસો આપે, તેટલા જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.


તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


તેમ જ તમે જાણો છો કે જેમ પિતા પોતાનાં છોકરાંને, તેમ અમે તમારામાંના દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા,


અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં ઈશ્વરના સેવક તિમોથીને તમને દઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો,


એ કારણથી જ્યારે હું વધારે વાર ધીરજ રાખી શક્યો નહિ, ત્યારે મેં તમારા વિશ્વાસ વિષે જાણવા માટે [તિમોથીને] મોકલ્યો, રખેને કદાચ પરીક્ષણ કરનાર [શેતાને] કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય, અને અમારી મહેનત નિષ્ફળ ગઈ હોય.


તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.


તેથી તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ સુબોધ કરો, અને એકબીજાને દઢ કરો.


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


તે તમારાં હ્રદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દઢ કરો.


Lean sinn:

Sanasan


Sanasan