Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:5
34 Iomraidhean Croise  

તેમની કળીઓ તથા શાખાઓ તેની સાથે સળંગ હતી; તે બધું ચોખ્ખા સોનાના ઘડતર કામનું હતું.


કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.


તે કારણથી ઈશ્વરે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્‍ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક [વ્યવહાર] કર્યો.


તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, [તથા] અંટસથી ભરપૂર હતા. [અને વળી] ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. [વળી] ચુગલીખોર,


વળી તમારા અવયવોને અન્યાયનાં હથિયાર થવા માટે પાપને ન સોંપો. પણ મૂએલાંમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયીપણાનાં હથિયાર થવા માટે [ઈશ્વરને સોંપો].


વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહિ.


પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે.


કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્‍ત્ર દ્વારા પાપવાસનાઓ આપણા અવયવોમાં મરણને માટે ફળ ઉત્પન્‍ન કરવાને પ્રયત્ન કરતી હતી.


કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા દ્વારા શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


વળી તમારામાંના કેટલાક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.


અન્‍ન પેટને માટે અને પેટ અન્‍નને માટે છે. પણ ઈશ્વર તે બન્‍નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નથી, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરને માટે.


વ્યભિચારથી નાસો. માણસ જે કંઈ [બીજાં] પાપ કરે તે તેના શરીરની બહાર છે, પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.


રખેને હું ફરી આવું ત્યારે મારો ઈશ્વર મને તમારી આગળ નીચું જોવડાવે; અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે, અને જેઓએ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા છતાં તે વિષે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે મારે શોક કરવો પડે.


જેઓ ખ્રિસ્તના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.


તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા.


અને જે સુન્‍નત હાથે કરેલી નથી એવી [સુન્‍નત] થી તમે તેમનામાં સુન્‍નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્‍નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો.


કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે તમે વ્યભિચારથી દૂર રહો,


પણ પવિત્રતામાં તથા માનમાં પોતાનું પાત્ર રાખી જાણે.


કેમ કે દ્રવ્યનો લાભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. એનો લોભ રાખીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુ:ખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.


રખેને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ જેણે એક ભોજનને માટે પોતાનું જયેષ્ઠપણું વેચી દીધું તેના જેવો ભ્રષ્ટ થાય.


સર્વમાં લગ્ન માનયોગ્ય ગણાય, અને બિછાનું નિર્મળ રહે. કેમ કે ઈશ્વર લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.


તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેમણે કહ્યું છે. “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”


તમારામાં લડાઈ તથા ઝઘડા કયાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહિ?


વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો.


પણ બીકણો અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સર્વજૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે! એ જ બીજું મરણ છે.”


કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan