Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્‍ન કરનારની પ્રતિમા પ્રમાણે તેમના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 3:10
33 Iomraidhean Croise  

આદમની વંશાવળી આ પ્રમાણે છે: ઈશ્વરે માણસને ઉત્પન્‍ન કર્યું, તે દિવસે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે તેમણે તેને બનાવ્યું;


મેં ન્યાયીપણું ધારણ કર્યું હતું, ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


પ્રભુએ બખતર તરીકે ન્યાયીપણું સજ્યું, ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું; પોશાક તરીકે તેમણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યાં, ને ઝભ્ભા તરીકે ઉત્કંઠા ઓઢી.


હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


જે અપરાધ તમે કર્યા છે, તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો; અને તમે નવું અંત:કરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોકો, તમે શા માટે માર્યા જાઓ?


હું તમને નવું હ્રદય પણ આપીશ, ને હું તમારી અંદર નવો આત્મા પણ મૂકીશ. અને હું તમારા દેહમાંથી પાષાણમય હ્રદય દૂર કરીશ, ને હું તમને માંસનું હ્રદય આપીશ.


અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્ચરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.


આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.


રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે, જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૂએલાંમાંથી ઉઠાડવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ.


કેમ કે જેઓને તે અગાઉથી જાણતા હતા, તેઓને વિષે તેમણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે, તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય. જેથી તે ઘણા ભાઈઓમાં જયેષ્ઠ થાય:


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ [છે] :જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે; જુઓ તે નવું થયું છે.


કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.


કેમ કે સુન્‍નત કંઈ નથી, તેમ બેસુન્‍નત પણ કંઈ નથી. પણ નવી ઉત્પત્તિ [એ જ કામની] છે.


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને,


એ માટે, પવિત્ર તથા વહાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હ્રદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.


વળી એ સર્વ ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો.


કે, આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી તારા વિશ્વાસનું ભાગિયાપણું ખ્રિસ્ત [ના મહિમા] ને માટે સફળ થાય.


અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.


જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો એ ઉપરથી આપણને માલૂમ પડે છે કે આપણે તેમને ઓળખીએ છીએ.


પણ જે કોઈ તેમનું વચન પાળે છે, તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે, તેમનામાં છીએ.


રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, “જુઓ, હું બધું નવું બનાવું છું.” વળી તે કહે છે, “તું લખ; કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan