Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે શિરને વળગી રહેતો નથી, એ [શિર] થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:19
33 Iomraidhean Croise  

પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય કે, તમે મને મોકલ્યો છે, એવો જગત વિશ્વાસ કરે.


વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહિ; પણ બધી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.


પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,


હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો.


પણ હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે, અને સ્‍ત્રીનું શિર પુરુષ છે, અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે વૃદ્ધિ આપી.


વળી બધાંને તેમણે તેમના પગો નીચે રાખ્યાં અને તેમને સર્વ પર મંડળીના શિર તરીકે નિર્માણ કર્યાં.


તે તો તેમનું શરીર છે, એટલે જેમ સર્વ વાતે સર્વને ભરપૂર કરે છે તેનું ભરપૂરપણું છે.


તેમનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે.


શાંતિના બંધનમાં આત્માનું ઐકય રાખવાને યત્ન કરો.


કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી, પણ તે તેનું પાલનપોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું [કરે છે] તેમ.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંમાંથી પ્રથમ ઊઠેલા છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


અને જેમ અમારો પ્રેમ તમારા પર [પુષ્કળ છે] , તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો.


કેમ કે તમે ખરેખર આખા મકદોનિયાના સર્વ ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ, ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજુ વધારે પ્રેમ રાખો.


ભાઈઓ, અમારે તમારા વિષે હમેશાં ઈશ્વરની આભારસ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે, અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો.


છેવટે તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રેમ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.


પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan