Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 2:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને વિધિઓનું ખત જે આપણી વિરુદ્ધ હતું, અને આપણને પ્રતિકૂળ હતું, તેને ભૂંસી નાખીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને વચમાંથી કાઢી નાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 2:14
21 Iomraidhean Croise  

તેઓનો અન્યાય તમે ઢાંકતા નહિ, તેઓનું પાપ તમારી આગળથી ભૂંસી ન નંખાઓ; કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તમને ચીડવ્યા છે.”


તે પછી પહેલા માસને તેરમે દિવસે રાજાના ચિટનીસોને બોલાવવામાં આવ્યા. અને હામાને જે સર્વ આજ્ઞાઓ આપી તે પ્રમાણે રાજાના અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના સરદારો પર, અર્થાત્ દરેક પ્રાંતની લિપિ અને દરેક પ્રજાની ભાષા પ્રમાણે લખવામાં આવ્યું. અને અહાશ્વેરોશ રાજાને નામે તે હુકમો લખાયા, અને રાજાની મુદ્રિકાથી તેના ઉપર મહોર કરવામાં આવી.


તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમે યહૂદીઓ ઉપર રાજાના નામથી લખાણ કરો, અને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરો; કેમ કે રાજાના નામથી લખાયેલો તથા રાજાની મુદ્રિકાથી મુદ્રિત થયેલો લેખ કોઈથી રદ થતો નથી.”


હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો; તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં ઉલ્લંઘન ભૂંસી નાખો.


મારાં પાપ તરફ નજર ન કરો; મારા સર્વ અન્યાય ભૂંસી નાખો.


જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.


મેં તારા અપરાધ મેઘની જેમ, તથા તારાં પાપ વાદળની જેમ ભૂંસી નાખ્યાં છે; મારી તરફ પાછો ફર; કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે.


વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો, માર્ગ તૈયાર કરો, મારા લોકોના માર્ગોમાંથી હરેક ઠોકરલ ખવડાવનારી વસ્તુ ઉઠાવી લો.”


અને યાજક એક પુસ્તકમાં એ શાપો લખી લે, ને કડવા પાણીમાં તે [શબ્દો] ને ધોઈ નાખે.


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.


જો તમે ખ્રિસ્તની સાથે જગતનાં તત્‍ત્વો સંબંધી મર્યા, તો જગતમાં જીવનારાની જેમ વિધિઓને આધીન કેમ થાઓ છો?


કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે; પણ જે હાલ અટકાવનાર‌ છે તેને વચમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી [તેને અટકાવવામાં આવશે].


કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે.


તો, નવો કરાર, ” એવું કહીને તેમણે પહેલા [કરાર] ને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે, તે નાશ પામવાની તૈયારીમાં છે.


લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.


Lean sinn:

Sanasan


Sanasan