Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 એને માટે હું પણ તેમની પ્રેરણાશક્તિ જે બળથી મારામાં પ્રેરણા કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:29
28 Iomraidhean Croise  

સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ.


અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ [જાણવામાં આવ્યું] હતું ત્યાં [બોધ કરવો] નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું.


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,


પણ પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને [જુદાં જુદાં દાન] વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે.


કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.


પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.


શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? (હું કોઈએક ઘેલા માણસની જેમ બોલું છું કે, ) હું [તેઓના કરતાં] વિશેષ છું; કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડયો છું, વધારે વખત હદબહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું.


કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માગો છો; તે તમારા પ્રત્યે અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.


એ માટે [શરીરરૂપી] ઘરમાં હોઈએ કે બહાર હોઈએ, પણ તેમને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ.


ફટકા [ખાઈને] , કેદ [ભોગવીને] , હંગામા [સહીને] , કષ્ટ [વેઠીને] ;


અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્ત્વ શું છે, તે તમે જાણો.


હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે,


ઈશ્વરના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા [ઈશ્વર] ના કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે, અને હાલ મારામાં થાય છે એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડયો નથી અને મેં વૃથા‍‍ શ્રમ કર્યો નથી.


હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓને માટે તથા જેઓએ મને મોઢામોઢ જોયો નથી તેઓને માટે હું કેટલો બધો યત્ન કરું છું કે,


તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દટાયા, અને તેમાં પણ જે ઈશ્વરે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડવામાં આવ્યા.


એપાફ્રાસ જે તમારામાંનો એક છે, અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને ક્ષેમકુશળ કહે છે તે હમેશાં તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિષે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દઢ રહો.


ભાઈઓ, તમે અમારો શ્રમ તથા કષ્ટ સંભારો છો, કેમ કે તમારામાંના કોઈને ભારરૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.


અમે કોઈ માણસનું અન્‍ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા.


તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


તમે પાપની સામા બાથ ભીડો છો, પણ રક્તપાત સુધી [તમે હજી બાથ ભીડી] નથી.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


વળી, તું ધીરજ રાખે છે, અને મારા નામની ખાતર તેં સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી.


Lean sinn:

Sanasan


Sanasan