Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




કલોસ્સીઓ 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને [ઈશ્વર] પિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય કર્યા છે, તેમની આભારસ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે.

Faic an caibideil Dèan lethbhreac




કલોસ્સીઓ 1:12
50 Iomraidhean Croise  

મંદિર બાંધતી વખતે ખાણમાંથી તૈયાર કરીને [લાવેલા] પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું, અને મંદિર બાંધતી વખતે તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયાર [નો અવાજ] સંભળાતો ન હતો.


આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.


કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.


પછી અમે તમારા લોક તથા તમારા ચારાનાં ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું; પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.


ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.


માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.


પણ સદાચારીનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે, જે મધ્યાહન થતાં સુધી વધતો ને વધતો જાય છે.


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.”


ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો;


ઈસુ તેને કહે છે, “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી.


ઈસુ તેને કહે છે, “હજી સુધી હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું ચઢી જાઉં છું.”


પણ એવો સમય આવે છે, અને હાલ આવ્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે.


હવે હું તમને ઈશ્વરને તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. તે તમારી [આત્મિક] ઉન્‍નતિ કરવાને, તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે.


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,


તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના‌ ઋણી છે. કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગિયા થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.


હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.


અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,


તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


હું [મારું સાંભળનારાઓનો] તેમાં સહભાગી થાઉં, એ માટે હું સુવાર્તાની ખાતર સર્વ કરું છું.


અને એમાં કંઈ આશ્વર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.


હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે. તેમણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે.


જેમનામાં આપણે તેમનો વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતાં,


અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે,


કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્‍ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.


એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.


એક ઈશ્વર એટલે સર્વના પિતા, તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે.


વળી અંધારાનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને વખોડો.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે સર્વને માટે ઈશ્વર પિતાની આભારસ્તુતિ નિત્ય કરજો.


નિર્લજજ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી [તમારામાં ન થાય] , કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભારસ્તુતિ [કરવી].


કેમ કે તમે પહેલાં અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશનાં સંતોનોને ઘટે તેમ ચાલો.


તેઓનાં હ્રદયો દિલાસો પામે, ને ઈશ્વરનો મર્મ જે ખ્રિસ્ત છે તેમને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રેમમાં જોડાયેલાં રહે.


અને ખ્રિસ્તની શાંતિ કે જે [પામવા] માટે તમે એક શરીર [થવાને] તેડાયેલા છો, તે તમારાં રહ્દયોમાં રાજ કરે; અને આભારસ્તુતિ કરો.


વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો, અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે, અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે,


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


કેમ કે જો આપણે આરંભમાં રાખેલો ભરોસો અંત સુધી દઢ રાખીએ, તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ.


એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્‍ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.


તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે,


હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર, અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.


નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી; કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે, અને હલવાન તેનો દીવો છે.


જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan