Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે હું આજ્ઞા કરીશ, ને જેમ ચારણીમાં ચળાય છે તેમ હું ઇઝરાયલના વંશજોણે સર્વ પ્રજાઓમાં ચાળીશ, તોપણ તેમાંનો નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હું આજ્ઞા આપીશ અને ચાળણીમાં ચળાતા અનાજની જેમ હું ઇઝરાયલી પ્રજાને સઘળી પ્રજાઓ મધ્યે ચાળીશ અને જે નકામા છે તેમને દૂર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જુઓ, હું આજ્ઞા કરીશ કે, જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે, તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ, તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હું આજ્ઞા કરીશ કે, જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે; તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ, તે રીતે બીજા રાષ્ટ્રો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:9
14 Iomraidhean Croise  

વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.


રોટલીનું ધાન્ય પિલાય છે શું? ના, તે સદા તેને મસળ્યા કરશે નહિ, ને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ; પણ તેને [પવનમાં] ઊપણશે.


તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી સરખો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે. લોકોના મોંમાં ભ્રાંતિકારક લગામ [નાખવામાં] આવશે.


જો મારી આગળ આ નિયમોનો ભંગ થાય, તો જ ઇઝરાયલના સંતાનો પણ મારી આગળ હમેશને માટે એક પ્રજા તરીકે ગણાતાં બંધ થાય, ” એવું યહોવા કહે છે.


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ એલામ પર મોકલીશ ને એ સર્વ વાયુઓની તરફ તેઓને વિખેરી નાખીશ, અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય એવો કોઈ દેશ હશે નહિ.


અને હું તમારામાંથી બંડખોરોને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને જુદા કાઢીશ. જે દેશમાં તેઓ રહે છે તેમાંથી તો હું તેઓને બહાર કાઢી લાવીશ, પણ તેઓ ઇઝરાયલના દેશમાં પ્રવેશ કરવા પામશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


અને મેં તેઓને [અન્ય] પ્રજાઓમાં વિખેરી નાખ્યા, ને તેઓને [ભિન્ન ભિન્ન] દેશોમાં સર્વત્ર વેરણખેરણ કરી નાખવામાં આવ્યા, તેમના આચરણ પ્રમાણે તથા તેમનાં કૃત્યો પ્રમાણે મેં તેઓનો ન્યાય કર્યો.


તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કેમ કે મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા, ને પાછા તેઓને પોતાના દેશમાં ભેગા કરીને લાવ્યો અને ત્યાર પછી હું તેઓમાંના કોઈને ત્યાં પડ્યો મૂકીશ નહિ.


એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.”


તારો ત્રીજો ભાગ મરકીથી માર્યો જશે, ને તેઓ તારી મધ્યે દુકાળથી નાશ પામશે; અને ત્રીજો ભાગ તારી આસપાસ તરવારથી પડશે; અને ત્રીજા ભાગને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, ને તેમની પાછળ તરવાર ખેંચીશ.


અને હું તમેન વિદેશીઓમાં વિખેરી નાખીશ, ને તમારી પાછળ તરવાર તાણીશ; અને તમારો દેશ ઉજ્‍જડ થઈ જશે, ને તમારાં નગરો વેરાન થશે.


સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને [કબજે લેવા] માગ્યા,


અને યહોવા તને પૃથ્વીના છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે. અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો, કે જેઓને તું કે તારા પિતૃઓ જાણતા નથી. તેઓની સેવા તું કરશે.


Lean sinn:

Sanasan


Sanasan