Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જુઓ, પ્રભુ યહોવાની આંખો દુષ્ટ રાજ્ય પર છે; ને હું પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરીશ.” યહોવા કહે છે, “ફક્ત એટલું જ કે યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહિ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલના આ દુષ્ટ રાજ્યને હું જોતો આવ્યો છું અને હું તેને પૃથ્વીના પટ પરથી નષ્ટ કરીશ. તોપણ હું યાકોબના બધા જ વંશજોનો નાશ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે, અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ, તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની પ્રજા ઉપર છે; “હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ. તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:8
27 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”


કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ; અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્‍ન કર્યાં છે, તેઓનો નાશ હું પૃથ્વી પર કરીશ.”


અને એ વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરવા માટે તેને પાપરૂપ થઈ પડી.


યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે.


કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.


યહોવા કહે છે, હું તને બચાવવા માટે તારી સાથે છું; અને જે સર્વ પ્રજાઓમાં મેં તને વિખેરી નાખ્યો છે તેઓનું હું સત્યાનાશ વાળી નાખીશ, પણ તારું સત્યાનાશ હું નહિ વાળું. પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.


જુઓ, હું હિત કરવા માટે નહિ, પણ વિપત્તિ લાવવા માટે તેઓ પર નજર રાખું છું; અને જે યહૂદીઓ મિસર દેશમાં છે, તેઓ બધા પતી જશે ત્યાં સુધી તેઓ તરવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી.


યહોવાએ હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્‍એલ રાખ; કેમ કે થોડી મુદત પછી હું યિઝ્‍એલના ખૂનનો બદલો યેહના કુટુંબના માણસોની પાસેથી લઈશ, ને ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.


તેને ફરીથી ગર્ભ રહ્યો, ને પુત્રીનો પ્રસવ થયો, ત્યારે [યહોવાએ] તેને કહ્યું, “તેનું નામ લો-રૂહામા પાડ; કેમ કે હું હવે પછી કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.


[તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે].


યહોવા કહે છે, “જેમ ભરવાડ સિંહના મોંમાંથી બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગના ખૂણા પર તથા રેશમી ગદેલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોક [માંના કેટલાક] નો બચાવ થશે.”


એ માટે યહોવા કહે છે, ‘તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે, ને તારો દેશ દોરીથી માપીને વહેંચવામાં આવશે. અને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે, ને ઇઝરાયલ લોકને પોતાના દેશમાંથી ગુલામ કરીને નક્કી લઈ જવામાં આવશે.’”


મારા લોકમાંના જે પાપીઓ કહે છે, ‘અમને આપત્તિ કદી પકડી પાડશે નહિ એમ અમારી સામી પણ આવશે નહિ, ’ તેઓ સર્વ તરવારથી માર્યા જશે.


વળી જો તેઓ પોતાના શત્રુઓની આગળ ગુલામગીરીમાં જાય તોપણ ત્યાં હું તરવારને આજ્ઞા કરીશ, ને તે તેઓનો સંહાર કરશે. હું હિતને માટે તો નહિ, પણ આપત્તિને માટે મારી ર્દષ્ટિ તેઓ પર રાખી રહીશ.”


કેમ કે યહોવા તારા ઈશ્વરને તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહિ, ને તારો નાશ કરશે નહિ, તેમજ જે કરાર તેમણે પ્રતિ પૂર્વક તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વીસરી જશે નહિ.


કેમ કે તારી મધ્યે રહેનાર યહોવા તમારા ઈશ્વર આસ્થાવાન ઈશ્વર છે. રખેને યહોવા તારા ઈશ્વરનો કોપ તારી વિરુદ્ધ સળગી ઊઠે, ને પૃથ્વીની સપાટી પરથી તે તારો સંહાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan