Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 સર્વસમર્થ ઈશ્વર પ્રભુનો સ્પર્શ થતાં જ પૃથ્વી પીગળી જાય છે. અને તેના રહેવાસીઓ શોક કરે છે. ધરતી આખી નાઇલ નદીનાં પાણીની જેમ ઊંચે ચડે છે અને નીચે પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે; તે તમામ નદીની પેઠે ચઢી આવશે, અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે. તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ શોક કરે છે, તે પૃથ્વી ઊપર આવે છે અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:5
17 Iomraidhean Croise  

તે પૃથ્વી પર દષ્ટિ કરે છે ત્યારે તે કંપે છે; તે પર્વતોને સ્પર્શ કરે છે. એટલે તેઓમાંથી ધુમાડો નીકળે છે.


હે યહોવા, તમારાં આકાશોને નમાવીને ઊતરી આવો; પર્વતોને સ્પર્શ કરો, એટલે તેઓ ધુમાડો કાઢશે.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.


યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.


જો તમે આકાશોને ફાડીને નીચે ઊતરો, જો પર્વતો તમારી આગળ કંપે, તો કેવું સારું!


ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’


તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.


શું એને લીધે દેશ ધ્રૂજશે નહિ, ને તેમાં રહેનાર દરેક જન શોક નહિ કરશે? હા, તે તમામ નદીની રેલની જેમ ચઢી આવશે; અને તે ખળભળીને મિસરની નદીની જેમ પાછો ઊતરી જશે.


પર્વતો તેમને જોઈને કાંપે છે, ને ડુંગરો પીગળી જાય છે. તેમની આગળ પૃથ્વી, હા, જગત તથા તેના સર્વ રહેવાસીઓ હાલી ઊઠે છે.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


પર્વતો તમને જોઈને ડરે છે. ત્યાં આગળ થઈને પાણીની રેલ ચાલે છે. ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે, ને પોતાના હાથ ઊંચા કરે છે.


અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા, ને તે પડી ગયું, અને તેનો નાશ મોટો થયો.”


પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેમની સંમુખથી પૃથ્વી તથા આકાશ જતાં રહ્યા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan