Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જુઓ, યહોવા કહે છે, “એવા દિવસો આવે છે કે, ખેડનારનું કામ કાપણી કરનાર ના કામ સુધી ચાલશે, ને દ્રાક્ષા પીલનાર નું કામ બી વાવનાર નાકામ સુધી ચાલશે. અને પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને સર્વ ડુંગરો પીગળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 “જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે, કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે, અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે, અને સર્વ ડુંગરો પીગળી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જુઓ યહોવા કહે છે, “એવા દિવસો આવી રહ્યાં છે. ખેડૂતો બીજી તરફ ધાન્યની વાવણી કરવાનું શરુ કરે છે કે, તે સમયે પણ ધાન્યની પહેલી લણણીનું કામ પૂરું નહિ થયું હોય. ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:13
15 Iomraidhean Croise  

તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતનાં વસ્‍ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે; અને પોતાનો પોષાક દ્રાક્ષોના [રસરૂપી] રક્તમાં ધોયો છે.


યહોવાની સમક્ષ, આખી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.


ફળવંત ખેતરમાંથી આનંદ તથા હર્ષ જતા રહ્યા છે; દ્રાક્ષાવાડીઓમાં ગીત ગવાશે નહિ, હર્ષનાદ થશે નહિ, અને દ્રાક્ષાકુંડોમાં કોઈ ખૂંદનાર દ્રાક્ષારસ કાઢશે નહિ. મેં [હર્ષનાં] ગાયન બંધ કર્યાં છે.


કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”


તેઓ તેમા સહીસલામત રહેશે. હા, તેઓ ઘરો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે, ને સહીસલામત રહેશે. એટલે તેમની આસપાસના જે લોકો તેમની ઈર્ષા કરે છે તેઓ સર્વનો ન્યાય કરીને હું તેમને શિક્ષા કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા તેમનો ઈશ્વર છું.”


તેઓ કહેશે કે, ‘આ ભૂમિ જે વેરાન હતી તે હમણા એદન વાડી જેવી થઈ પડી છે; અને ખાલી, ઉજ્જડ તથા ખંડિયેર નગરોની આસપાસ કોટ બાંધેલા છે તથા તેઇનાણ વસતિ થયેલી છે.’


ખળીઓ ઘઉંથી ભરાઈ જશે, ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઊભરાઈ જશે.


તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદિયાના સર્વ વહેળાઓમાં પાણી વહેશે; યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે, ને તે શિટ્ટીમની ખીણને પાણી પાશે,


પણ યહૂદિયા સર્વકાળ માટે, ને યરુશાલેમ પેઢી દરપેઢી માટે રહેશે.


અને તમારી કાપણી દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે, અને ધરાતાં સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહીસલામત વસશો.


કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.


તમે શું નથી કહેતા કે ચાર મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે, તમારી નજર ઊંચી કરીને ખેતરો જુઓ કે, તેઓ કાપણીને માટે પાકી ચૂકયાં છે.


યહોવાની આગળ પર્વતો કાંપવા લાગ્યા, ઇઝરાયલના ઈશ્વર યહોવાની સમક્ષ પેલો સિનાઈ પણ [કાંપ્યો].


Lean sinn:

Sanasan


Sanasan