Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 શું એને લીધે દેશ ધ્રૂજશે નહિ, ને તેમાં રહેનાર દરેક જન શોક નહિ કરશે? હા, તે તમામ નદીની રેલની જેમ ચઢી આવશે; અને તે ખળભળીને મિસરની નદીની જેમ પાછો ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 શું તેને લીધે ધરતી ધ્રૂજી ઊઠશે નહિ, અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહિ? હા તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે, તે ખળભળી જશે, અને મિસર નદીની જેમ પાછો ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એ પાપોને લીધે ધરતી ધ્રુજી ઊઠશે, એના ઉપર રહેનારા સૌ શોકમાં ડૂબી જશે, આખી પૃથ્વી ઉપર આવશે, તે ખળભળી જશે અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:8
22 Iomraidhean Croise  

ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી, વળી પર્વતોના પાયા ખસી ગયા. તથા હાલ્યા, કેમ કે ઈશ્વર કોપાયમાન હતા.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’


નાઈલ [નદી] ની જેમ જે ચઢી આવે છે, જેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે એ કોણ છે?


મિસર નાઈલની જેમ ચઢી આવે છે, ને તેનાં પાણી નદીના પૂરની જેમ ઊછળે છે; તે કહે છે, ‘હું ચઢી આવીશ, હું પૃથ્વી પર ફરી વળીશ; હું નગરને તથા તેમાં રહેનારાઓને નષ્ટ કરીશ.’


દેશ કાંપે છે ને પીડાય છે, કેમ કે બાબિલ દેશને ઉજ્જડ તથા વસતિહીન કરવાના યહોવાના સંકલ્પ દઢ છે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.


તે માટે દેશ વિલાપ કરશે, ને તેમાંનો દરેક રહેવાસી વનચર જાનવરો તથા ખેચર પક્ષીઓ સહિત નિર્બળ થઈ જશે; હા, સમુદ્રનાં માછલાં પણ લઈ લેવાશે.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.


પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનનો તે સંપૂર્ણ અંત લાવશે. ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પાછળ પડશે.


અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ને ત્યારે પૃથ્વી પરનાં સર્વ કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમાસહિત તેઓ આકાશના મેઘ પર આવતો જોશે.


Lean sinn:

Sanasan


Sanasan