Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે દરિદ્રીઓને ગળી જવાની, તથા દેશના ગરીબોનો અંત લાવવાની ઇચ્છા રાખીને કહો છો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જેઓ તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો તે આ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 વેપારીઓ તમે સાંભળો, તમે ગરીબોને લૂંટો છો અને લાચારને કચડી રાખો છો.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:4
24 Iomraidhean Croise  

અને મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.


તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. પૃથ્વીના ગરીબો એકત્ર થઈને છુપાઈ જાય છે.


શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી? જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે, અને યહોવાને વિનંતી કરતા નથી.


હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.


હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.


એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.


હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.


એ માટે, હે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર તિરસ્કાર કરનાર માણસો, તમે યહોવાની વાત સાંભળો:


પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “રે હનાન્યા, સાંભળ; યહોવાએ તને મોકલ્યો નથી; પણ તું જૂઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે.


“હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખો છતાં જોતા નથી, અને કાનો છતાં સાંભળતા નથી, હવે તમે આ સાંભળો:


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


તમારે અદલ ત્રાજવા, કાટલાં, અદલ એફાહ તથા અદલ બાથ રાખવાં.


તમે ગરીબોને કચરી નાખો છો, ને જોરજુલમથી તેની પાસેથી ઘઉં પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરનાં ઘરો તો બાંધ્યાં છે, પણ તમે તેઓમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ તમે તેમનો દ્રાક્ષારસ પીવા પામશો નહિ.


કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે, ને તમારા પાપ અઘોર છે; કેમ કે તમે ન્યાયીઓને દુ:ખ આપો છો, લાંચ લો છો, ને દરવાજામાં [બેસીને] ગરીબ માણસોનો [હક] કુબાવો છો.


તો હવે તું યહોવાનું વચન સાંભળ:તું કહે છે, ‘ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ ન કર, ને ઇસહાકના વંશજોની વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નહિ.’


તેઓ ખેતેરોનો લોભ કરીને તેમને છીનવી લે છે. અને ઘરોનો [લોભ કરીને] તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર જુલમ કરે છે.


તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્‍લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો.


મેં પૂછયું, “એ શું છે?” તેણે [મને] કહ્યું, “આ જે બહાર આવે છે તે એફાહ છે.” વળી તેણે કહ્યું, “આખા દેશમાં તેમની પ્રતિમા એ છે:


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan