Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તે દિવસે સુંદર યુવતીઓ અને સશક્ત યુવાનો તરસથી મૂર્છા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે દિવસે રૂપવતી અક્ષતા કન્યાઓ અને યુવાન માણસો તરસને કારણે બેભાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:13
13 Iomraidhean Croise  

હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.


છોકરા તો નિર્ગત થશે, ને થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ;


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


અરે દિબોનમાં રહેનારી દીકરી, તું તારા ગૌરવથી ઊતરીને તરસી થઈને બેસ; કેમ કે મોઆબનો નાશ કરનાર તારા ઉપર ચઢી આવ્યો છે, તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે.


યહોવા ન્યાયી છે, કેમ કે મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો, ને મારું દુ:ખ જુઓ! મારી કુમારિકાઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયાં છે.


સિયોનની દિકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે; તેઓએ ટાટનો પટો કમરે બાંધ્યો છે. યરુશાલેમની કુમારિકાઓએ પોતાનાં માથાં જમીન સુધી નમાવ્યાં છે.


જુવાન તથા વૃદ્ધ મહોલ્‍લાઓમાં ભૂમિ પર પડેલા છે. મારી કન્યાઓને તથા મારા જુવાનોને તરવારથી કાપી નાખવામાં આવ્યાં છે. તમે તમારા કોપના સમયમાં તેઓને મારી નાખ્યાં છે. તમે દયા કર્યા વગર તેમને કતલ કર્યા છે.


રખેને હું તેને નવસ્ત્રી કરીને તેના જન્મદિવસે તે હતી તેવી નગ્ન કરી મૂકું, ને તેને વેરાનરૂપ કરીને, સૂકી જમીન જેવી કરી મૂકું, ને તેને તૃષાથી મારી નાખું;


કેમ કે તેમની માએ વ્યભિચાર કર્યો છે. તેમનો ગર્ભ ધરનારીએ શરમભરેલું કામ કર્યું છે; કેમ કે તેણે કહ્યું, ‘મારા પ્રીતમો જેઓ મને મારું અન્ન ને મારું જળ, મારું ઊન ને મારું શણ, મારું તેલ ને મારું પાન આપે છે, તેમની પાછળ હું જઈશ.’


કેમ કે તેઓની જાહોજલાલી કેટલી બધી છે, ને તેઓની શોભા કેટલી બધી છે! જુવાનોને ધાન્ય તથા યુવતીઓને નવો દ્રાક્ષારસ હ્રષ્ટપુષ્ટ કરશે.


બહાર તરવાર, અને કોટડીઓમાં ત્રાસ નાશ કરશે. [તે] જુવાનોનો તથા કુંવારીઓનો, ધાવણાનો તેમ જ પાકા કેશી માણસનો [નાશ કરશે].


Lean sinn:

Sanasan


Sanasan