Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ફરી તેમણે મને આમ દર્શાવ્યું:પ્રભુ પોતાના હાથમાં ઓળંબો લઈને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મને ફરીથી પ્રભુ તરફથી દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ હાથમાં ઓળંબો લઈને ઓળંબા પ્રમાણે બંધાયેલી દીવાલ પાસે ઊભા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી યહોવાહે મને આમ દર્શાવ્યું; જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:7
13 Iomraidhean Croise  

અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.


હું સમરુનની માપદોરી તથા આહાબના ઘરનો ઓળંબો યરુશાલેમ પર લંબાવીશ અને જેમ કોઈ માણસ થળી લૂછે, તેમ હું યરુશાલેમને લૂછી નાખીશ, ને તેને લૂછીને ઊંધું વાળીશ.


હું ઇનસાફને દોરી ને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરા [ના તોફાન] થી તણાઈ જશે, અને સંતાવાની જગા પર પાણી ફરી વળશે.


તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે.


યહોવાએ સિયોનની દીકરીનો કોટ નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે. તેમણે દોરી તાણી છે, તેમણે નાશ કરવાથી પોતાનો હાથ પાછો ખેંચ્યો નથી. તેમણે બુરજ તથા કોટને ખેદિત કર્યા છે; તેઓ એકત્ર ખિન્‍ન થાય છે.


તે મને ત્યાં લાવ્યા, ને જુઓ, ત્યાં [ચળકતા] પિત્તળના જેવો દેખાતો એક માણસ હતો, તેના હાથમાં શણની દોરી તથા માપવાની લાકડી હતી, તે દરવાજામાં ઊભો હતો.


યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો. યહોવા કહે છે, “એ પણ થશે નહિ.”


યહોવાએ મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે?” મેં કહ્યું “એક ઓળંબો.” ત્યારે પ્રભુએ કહ્યું, ”જો, હું મારા ઇઝરાયલ લોકોમાં ઓળંબો મૂકીશ. હું ફરીથી કદી તેમને દરગુજર કરીશ નહિ.


કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.


પછી લાકડી જેવું એક બરુ મને આપવામાં આવ્યું, અને મને કહેવામાં આવ્યું, “તું ઊઠ, ને ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે, અને [મંદિરમાં] ઉપાસના કરનારાઓની ગણતરી કર.


જે દૂત મારી સાથે બોલતો હતો, તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા માટે સોનાની છડી હતી.


Lean sinn:

Sanasan


Sanasan