Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો. યહોવા કહે છે, “એ પણ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહને એ વિષે પશ્ચાત્તાપ થયો, પ્રભુ યહોવાહ કહે છે, “એ પણ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો, યહોવા દેવ કહે છે, “એ પણ થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:6
16 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”


ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા માટે ત્યાં એક દૂત મોકલ્યો. તે તનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં યહોવાએ નજર કરી, નૈ એ વિપત્તિ સંબંધી તેમને અનુતાપ થયો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ; હવે તારો હાથ બંદ રાખ.” યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો રહ્યો.


તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.


યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે, તે પોતાના સેવકો વિષે દિલગીર થશે.


પણ તે પૂર્ણ રહેમી હોવાથી તેમણે તેઓનું પાપ માફ કર્યું, અને [તેઓનો] નાશ કર્યો નહિ; હા, વારંવાર તેમણે પોતાનો કોપ શમાવ્યો, અને પોતાનો રોષ પૂરો સળગાવ્યો નહિ.


હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.


અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યુ હતું તે વિષે તેમણે પોતાનું મન ફેરવ્યું.


ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.


‘જો તમે આ દેશમાં રહેશો, તો હું તમને બાંધીશ અને ભાંગી નાખીશ નહિ, તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ; કેમ કે જે વિપત્તિ હું તમારા પર લાવ્યો છું તે વિષે હું પશ્ચાત્તાપ કરું છું.


તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.


યહોવાએ આ વિષે પશ્ચાતાપ થયો, “હવે એમ નહિ થશે, ” એવું યહોવા કહે છે.


ફરી તેમણે મને આમ દર્શાવ્યું:પ્રભુ પોતાના હાથમાં ઓળંબો લઈને ઓળંબે ચણેલી ભીંત પાસે ઊભા રહ્યાં.


તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.


તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.


Lean sinn:

Sanasan


Sanasan