Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે આમોસે અમાસ્યાને ઉત્તર આપ્યો, “હું પ્રબોધક નહોતો, તેમ હું પ્રબોધકનો દીકરો પણ નહોતો, તેમ હું તો ગોવાળિયો તથા ગુલ્લરવૃક્ષોનો સોરનાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:14
17 Iomraidhean Croise  

પછી એલિયા ત્યાથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલિશા તેને [ખેતર] ખેડતો મળ્યો. એની આગળ બાર જોડ [બળદ] હતા. ને પોતે બાર જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.


અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે એને મારવાની ના પાડી.


પ્રબોધકોના જે પુત્રો યરીખો આગળ તેની સામે ઊભેલા હતા, તેઓએ તેને જોયો, ત્યારે તેઓએ કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે.” તેઓ તેને મળવા આવ્યા, ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા.


અને બેથેલમાં પ્રબોધકોના જે પુત્રો હતા તેઓએ એલિશા પાસે બહાર આવીને તેને કહ્યું, “યહોવા તમારા ગુરુને તમારે શિરથી આજે લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”


યરીખોમાં પ્રબોધકોના જે પુત્રો હતા, તેઓએ એલિશાની પાસે આવીને તેને કહ્યું, “યહોવા આજે તમારા ગુરુને તમારા શિરથી લઈ લેશે, એ શું તમે જાણો છો?” તેણે કહ્યું, “હા, હું તે જાણું છું; તમે ચૂપ રહો.”


અને પ્રબોધકોના પુત્રોમાંના પચાસ માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા. અને એ બે યર્દનને તીરે ઊભા રહ્યા.


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


પ્રબોધકોના પુત્રોએ એલિશાને કહ્યું, “હવે જો, જે જગામાં અમે તારી આગળ રહીએ છીએ તે અમને સાંકડી પડે છે.


તે સમયે હનાની દષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું, “અરામના રાજા પર તેં ભરોસો રાખ્યો છે ને તેં પોતાના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે.


દષ્ટા હનાનીનો પુત્ર યેહૂ યહોશાફાટ રાજાને મળવા આવ્યો, ને તેને કહ્યું, “શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે.


યહોશાફાટના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી હનાનીના પુત્ર યેહૂની તવારીખ કે જે ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં દાખલ કરેલી છે, તેમા લખેલા છે.


તેઓ જાળાં ઉપરથી ખારી ભાજી ચૂંટે છે; અને તેનાં મૂળિયાં તેઓનો ખોરાક [છે].


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવા બોલ્યા છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?


પણ તે કહેશે, ‘હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનારો છું; કેમ કે મને તો નાનપણથી ગુલામ કરવામાં આવ્યો છે.’


પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.


અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સઘળા લોકોએ જોયું કે, જુઓ, તે તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે, ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”


Lean sinn:

Sanasan


Sanasan