Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ; કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ હવે પછી તારા દર્શનોથી અહીં બેથેલમાં પ્રબોધ કરીશ નહિ. કારણકે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:13
14 Iomraidhean Croise  

અને એકને તેણે બેથેલમાં ઊભો કર્યો, ને બીજાને તેણે દાનમાં મૂક્યો..


યરોબામે આઠમાં માસમાં, માસને પંદરમે દિવસે, જે પર્વ યહૂદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું, ને તેણે વેદી પર બલિદાન આપ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું, ને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાન આપ્યાં.ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યા હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.


અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. અને યરોબામ ધૂપ બાળવા માટે વેદી પાસે ઊભેલો હતો.


તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં સર્વ પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેમાંથી તે ખસ્યો નહિ.


તેઓ દષ્ટાઓને કહે છે, ‘તમે દર્શન કરશો નહિ’ અને પ્રબોધકાને [કહે છે] , ‘તમે અમને સત્ય વાતો કહેશો નહિ, પણ અમારી આગળ મીઠી મીઠી વાતો બોલો, ઠગાઈનો પ્રબોધ કરો;


તેં યહોવાને નામે શા માટે એવું ભવિષ્ય કહ્યું છે કે, આ મંદિર શીલોના જેવું થઈ જશે, ને આ નગર વસતિહીન તથા ઉજજડ થશે?” પછી સર્વ લોકો યર્મિયાની પાસે યહોવાના મંદિરમાં એકત્ર થયા.


પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો, અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, ‘પ્રબોધ કરશો નહિ.’


કેમ કે જે દિવસે હું ઇઝરાયલને તેના ગુનાઓની શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદીનાં શિંગો કપાઈ જશે, ને જમીન પર પડશે


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


તો હવે તું યહોવાનું વચન સાંભળ:તું કહે છે, ‘ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ ન કર, ને ઇસહાકના વંશજોની વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નહિ.’


ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થશે, ને ઇઝરાયલનાં પવિત્રસ્થાનોને વેરાન કરી મૂકવામાં આવશે; અને હું તરવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”


“અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ, તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા ઉપર મૂકવા માગો છો.”


તેઓએ તેનું માન્યું; પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર માર્યો; અને વાત કરતાં ઈસુનું નામ લેવું નહિ, એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા.


Lean sinn:

Sanasan


Sanasan