Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે આમોસ કહે છે, ‘યરોબામ તરવારથી માર્યો જશે, ને ઇઝરાયલ પોતાના દેશમાંથી ગુલામ થઈને નક્કી લઈ જવાશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે આમોસ કહે છે કે; “યરોબામ તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે કહે છે કે, ‘યરોબઆમ યુદ્ધમાં માર્યો જશે, અને ઇસ્રાએલના લોકોએ નિશ્ચિત તેઓનો દેશ છોડવો પડશે અને દેશવટો લઇ જવું પડશે.’”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:11
13 Iomraidhean Croise  

હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન લીધું, ને ઇઝરયલને આશૂરમાં પકડી લઈ જઈને તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓનાં નગરોમાં રખ્યા.


તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે, મારું ભૂંડું કરવા માટે તેઓના સર્વ વિચારો છે.


તેં યહોવાને નામે શા માટે એવું ભવિષ્ય કહ્યું છે કે, આ મંદિર શીલોના જેવું થઈ જશે, ને આ નગર વસતિહીન તથા ઉજજડ થશે?” પછી સર્વ લોકો યર્મિયાની પાસે યહોવાના મંદિરમાં એકત્ર થયા.


ત્યારે એવું થયું કે તે સર્વ વચન સાંભળ્યા પછી તેઓ એકબીજા તરફ જોઈને ધ્રૂજી ઊઠયા, ને બારુખને કહ્યું, “રાજાને આ સર્વ વચનોની ખબર અમે અવશ્ય આપીશું.”


યહૂદિયાના રાજા ઉઝિયાની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામની કારકિર્દીમાં ધરતીકંપ થયો તે પહેલા બે વર્ષ અગાઉ, તકોઆના ગોવાળોમાંના આમોસને જે વચન પ્રાપ્ત થયાં તે.


પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી. મોકલ્યું, “આમોસે ઇઝરાયલ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. તેનાં સર્વ વચનો સહન કરવાને દેશ અશક્ત છે.


વળી અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા, ત્યાં રોટલી ખાજે, ને ત્યાં પ્રબોધ કરજે.


ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થશે, ને ઇઝરાયલનાં પવિત્રસ્થાનોને વેરાન કરી મૂકવામાં આવશે; અને હું તરવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”


તારાં પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ, ને પોતાનું માથું બોડાવ. ગીધની માફક તારી તાલ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયાં છે.


બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”


કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan