Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, પ્રભુ યહોવાએ પોતાના સોગન ખાધા છે. “હું યાકૂબના ગર્વથી કંટાળું છું, ને તેના મહેલોને ધિક્કારું છું. એ માટે નગરને તથા તેની અંદર જે કંઈ છે તે સર્વને હું પારકાને સ્વાધીન કરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પ્રભુ યહોવાહ, સૈન્યોના ઈશ્વર કહે છે; હું, પ્રભુ યહોવાહ મારા પોતાના સોગન ખાઉં છું કે, “હું યાકૂબના ગર્વને ધિક્કારું છું. અને તેઓના મહેલોનો તિરસ્કાર કરું છું. એટલે તેઓના નગરને અને તેમાં જે કઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે: “હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં. અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે. એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ, આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:8
28 Iomraidhean Croise  

“યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે, તેં એ કામ કર્યું છે, ને તારા દિકરાને તારા એકના એક દિકરાને, પાછો રાખ્યો નથી;


તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.


તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ)


જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તને કહું નહિ; કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે.


ઈશ્વરે [એ] સાંભળ્યું ત્યારે તે કોપાયમાન થયા, અને તેમને ઇઝરાયલ પર બહુ કંટાળો આવ્યો;


દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે; અભિમાન, ઉદ્ધતાઈ, કુમાર્ગ, તથા આડું મુખ, એમનો હું ધિક્કાર કરું છું.


અફસોસ છે એફ્રાઈમના છાકટાઓના ગર્વિષ્ઠ મુગટને, તથા દ્રાક્ષારસથી પાડી નાખવામાં આવેલાની રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલને [અફસોસ] !


મને તો મારો વારસો આરણ્યવાસી સિંહના જેવો થઈ પડયો છે! તેણે પોતાનો ઘાંટો મારી સામે કાઢયો છે. તે માટે મેં તેનો તિરસ્કાર કર્યો છે.


તે કહે છે, ‘હું મારે માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, ’ ને તે પોતાને માટે [તેમાં] બારીઓ મૂકે છે; અને તેની છત પર એરેજકાષ્ટનાં પાટિયાં જડે છે, ને તેના પર હિંગળોક ચોપડે છે.


પણ જો તમે આ વચનો નહિ માનશો, તો યહોવા કહે છે, હું પોતાના સમ ખાઈને કહું છું કે, આ મહેલ ઉજજડ થઈ જશે.


તે માટે મિસર દેશમાં રહેનારા સર્વ યહૂદીઓ, યહોવાનું વચન સાંભળો:યહોવા કહે છે, જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે પ્રભુ યહોવાના જીવના સમ, એવું કહીને હવેથી કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ હોઠ ઉપર લે નહિ.


કેમ કે યહોવા કહે છે, મેં મારા પોતાના સમ ખાધા છે કે, બોસ્ત્રા વિસ્મય, નિંદા, તથા શાપરૂપ અને ઉજ્જડ થશે. તેનાં સર્વ નગરો સદાકાળ ઉજ્જડ રહેશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાએ પોતાના જીવના સમ ખાધા છે કે, હું તને તીડોની જેમ માણસોથી ખચીત ભરી દઈશ; અને તેઓ તારી વિરુદ્ધ ગર્જના કરશે.”


પ્રભુ શત્રુના જેવા થયા છે, તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેમણે પાયમાલ કર્યા છે તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. અને તેમણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે.


ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, મારા પવિત્રસ્થાનને, જે તમારા સામર્થ્યનું ગૌરવ છે, જે તમારી આંખોને પ્રિય છે, ને જેના પર તમારા મનમાં દયા આવે છે તેને હું ભ્રષ્ટ કરીશ; અને તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ જેમને તમે તમારી પાછળ મૂકી ગયા છો તેઓ તરવારથી પડશે.


તેમની પોતાની મસલતોને લીધે તરવાર તેનાં નગરો પર આવી પડશે, નેતેના દરવાજાઓને ભાંગી નાખીને તેમનો નાશ કરશે.


અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ; અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહિ,


અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે.


જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે.


એ માટે પ્રભુ યહોવા કહે છે, “દેશની આસપાસ શત્રુ [ફરી વળશે] , અને તે તારા કિલ્લા જમીનદોસ્ત કરશે, અને તારા મહેલો લૂંટાઈ જશે.”


પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે.


“હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, ને તમારાં ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહિ.


પ્રભુ યહોવા કહે છે, “તે દિવસે મંદિરનાં ગીતોને સ્થાને રડાપીટ થઈ રહેશે. શબોના ઢગલા થશે. સર્વ સ્થળે તેઓ ગુપચુપ તેમને બહાર નાખી દેશે.”


યહોવાએ યાકૂબના મહત્વના સોગંદ ખાધા‌ છે, “નક્કી હું તેઓનું એકે કામ કદી ભૂલી જઈશ નહિ.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


એ જોઈને યહોવાને કંટાળો ઊપજ્યો, કેમ કે તેમના દીકરા તથા તેમની દીકરીઓએ તેમને ખીજવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan