Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 એથી જેઓ ગુલામગીરીમાં જશે તેમને મોખરે તમે ગુલામગીરીમાં જશો; ને જેઓ લાંબા થઈને સૂઈ રહેતા તેઓની ખુશાલીનો લોપ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી દેશનિકાલ થવામાં તમે સૌ પ્રથમ હશો. તમારી મહેફિલો અને મિજબાનીઓનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા, જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશઆરામનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:7
17 Iomraidhean Croise  

જો આપની મારા પર કૃપાર્દષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય, તો રાજા ને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું, તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ.”


મારું હ્રદય વ્યાકુળ થયું છે, ભયથી હું ત્રાસ પામ્યો છું; સાંજનો આનંદનો વખત મારે માટે તો ધ્રુજારીનો વખત થયો છે.


ડફોનો હર્ષ બંધ થાય છે, હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી, વીણાનો હર્ષ બંધ પડે છે.


તે જે રાત્રે ખાલદીઓનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.


તમારામાંની દરેક સીધી બાકોરામાં થઈને નીકળી જશે; અને તમને હાર્મોનમાં ફેંકી દેવામાં આવશે, ” એવું યહોવા કહે છે.


કેમ કે યહોવા, જેમનું નામ સૈન્યોના ઈશ્વર છે, તે કહે છે, “હું તમને દમસ્કસની પેલી પાર ગુલામીમાં મોકલી દઈશ.”


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


કેમ કે આમોસ કહે છે, ‘યરોબામ તરવારથી માર્યો જશે, ને ઇઝરાયલ પોતાના દેશમાંથી ગુલામ થઈને નક્કી લઈ જવાશે.’”


એ માટે યહોવા કહે છે, ‘તારી સ્ત્રી નગરમાં વેશ્યા બનશે, ને તારો દેશ દોરીથી માપીને વહેંચવામાં આવશે. અને તું પોતે અપવિત્ર ભૂમિમાં મરણ પામશે, ને ઇઝરાયલ લોકને પોતાના દેશમાંથી ગુલામ કરીને નક્કી લઈ જવામાં આવશે.’”


કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


તારે દીકરાદીકરીઓ થશે, પણ તેઓ તારાં નહિ થાય; કેમ કે તેઓ બીજાઓનાં ગુલામ થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan