Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:4
18 Iomraidhean Croise  

અને તેઓ રોટલી ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ઇશ્માએલીઓનો એક સંઘ ગિલ્યાદથી આવતો હતો; અને સુગંધીઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા.


ત્યાં ધોળા, લીલા તથા આસમાની રંગના [કાપડના પડદા] , રૂપાની કડીઓવાળા તથા આરસપહાણના સ્તંભો સાથે જાંબુડી તથા બારીક શણની સૂતળી વડે બાંધવામાં આવ્યા હતા. સોનારૂપાના પલંગ લાલ, ધોળા, પીળા તથા કાળા આરસપહાણની ફરસબંધી પર હતા.


તેઓની દુષ્ટતા તેમનાં હ્રદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની [દુષ્ટ] કલ્પનાઓ ઊભરાઈ જાય છે.


પણ જુઓ, [તેને બદલે] આનંદને હર્ષ, બળદ મારવાનું ને ઘેટાં કાપવાનું, માંસ ખાવાનું, ને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે! “કાલે મરી જઈશું માટે આપણે ખાઈપી લઈએ.”


અફસોસ છે એફ્રાઈમના છાકટાઓના ગર્વિષ્ઠ મુગટને, તથા દ્રાક્ષારસથી પાડી નાખવામાં આવેલાની રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલને [અફસોસ] !


ખાવા-પીવાને અર્થે તું જમણવારના ઘરમાં તેઓની સાથે બેસવા જઈશ નહિ.


જો, તારી બહેન સદોમનો દોષ આ હતો:એટલે અહંકાર, અન્નની પુષ્કળતા, ને જાહોજલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એશઆરામ, વળી તે ગરીબ તથા કંગાળને મદદ પણ કરતી નહોતી.


તું ભપકાદાર ગદેલા પર બેઠી, ને તેની આગળ મેજ બિછાવી હતી, ને તે પર તેં મારો ધૂપ તથા મારું તેલ મૂક્યાં હતાં.


યહોવા કહે છે, “જેમ ભરવાડ સિંહના મોંમાંથી બે પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરુનમાં પલંગના ખૂણા પર તથા રેશમી ગદેલાના બિછાના પર બેસનાર ઇઝરાયલ લોક [માંના કેટલાક] નો બચાવ થશે.”


પ્રભુ યહોવા કહે છે, “તે દિવસે મંદિરનાં ગીતોને સ્થાને રડાપીટ થઈ રહેશે. શબોના ઢગલા થશે. સર્વ સ્થળે તેઓ ગુપચુપ તેમને બહાર નાખી દેશે.”


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


એક‍ શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગનાં મુલાયમ વસ્‍ત્રો પહેરતો હતો, અને નિત્ય દબદબાસહિત મોજમઝા મારતો હતો.


તમે પૃથ્વી પર મોજશોખ કરીને વિલાસી થયા છો. કતલના દિવસમાં તમે તમારાં હ્રદયોને પુષ્ટ કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan