Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ભારે આપત્તિનો દિવસ આવી રહ્યો છે. તે સ્વીકારવા તમે તૈયાર નથી, પરંતુ તમારાં કાર્યો જ તે દિવસને વધુ નજીક લાવી રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમે ખરાબ દિવસ દૂર રાખવા માગો છો, અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો. અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:3
19 Iomraidhean Croise  

દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?


દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.


વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.


[તેઓ કહે છે કે,] “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ જ આનંદનો થશે.”


જેઓ મિષ્ટાન્‍ન ખાતા હતા, તેઓ મહોલ્લાઓમાં નિરાધાર થયા છે. જેઓ કિરમજી વસ્‍ત્ર પહેરતા હતા તેઓ ઉકરડાઓ પર આળોટે છે.


“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે?


“હે મનુષ્યપુત્ર, જો, ઇઝરાયલ લોકો કહે છે કે, ‘જે સંદર્શન તને થાય છે તે ઘણા દિવસો પછીના વખતને માટે છે, ને તે ઘણા દૂરના સમયો વિષે ભવિષ્ય કહે છે.’


મોજીલા લોકની ટોળીની સાથેના વિનોદનો અવાજ થતો હતો, અને તેઓએ સાધારણ પંક્તિના માણસો ઉપરાંત અરણ્યમાંથી છાકટાઓને બોલાવ્યા હતા, તેઓએ તે બન્ને ને હાથે બંગડીઓ, તથા તેઓને માથે સુંદર મુગટ પહેરાવ્યાં.


જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે.


આશ્દોદના મહેલોમાં તથા મિસર દેશના મહેલોમાં જાહેર કરો, “સમરુનના પર્વતો પર તમે એકત્ર થાઓ, ને જુઓ, ત્યાં કેવાં મોટાં હુલ્લડો તથા ભારે જુલમ થઈ રહ્યાં છે.


કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે, ને તમારા પાપ અઘોર છે; કેમ કે તમે ન્યાયીઓને દુ:ખ આપો છો, લાંચ લો છો, ને દરવાજામાં [બેસીને] ગરીબ માણસોનો [હક] કુબાવો છો.


તમે જેઓ યહોવાનો દિવસ ઇચ્છો છો તે તમોને અફસોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઇચ્છો છો? તે તો અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી.


શું ઘોડા ખડક પર દોડી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇનસાફને ઝેરરૂપ, ને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યાં છે.


મારા લોકમાંના જે પાપીઓ કહે છે, ‘અમને આપત્તિ કદી પકડી પાડશે નહિ એમ અમારી સામી પણ આવશે નહિ, ’ તેઓ સર્વ તરવારથી માર્યા જશે.


કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.


પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે, ‘મારા માલિકને આવતાં વાર છે, ’


કેમ કે જ્યારે તેઓ કહેશે કે, શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અચાનક નાશ થશે. અને તેઓ બચી નહિ જ જશે.


અને કહેશે કે, પ્રભુના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે.


કેમ કે આ સર્વ એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા, અને સર્વ સફર કરનારા, ખલાસીઓ અને સમુદ્રમાર્ગે વેપાર કરનારા, દૂર ઊભા રહ્યા,


Lean sinn:

Sanasan


Sanasan