Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વૈર કરાવ્યું છે, ને તમારાં સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મેં પણ તમારાં સર્વ નગરોમાં તમારાં દાંત બિલકુલ સાફ રહે એવી અન્‍નની અછત ઊભી કરી અને તમારી બધી વસાહતોમાં ખોરાકનો દુકાળ પાડયો. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “આ કારણથી મે તમને મારા તરફથી તમારા નગરમાં ભૂખ્યા પેટે રાખ્યા. અને તમારી વસાહતોમાં દુકાળ ઉત્પન્ન કર્યો. તેમ છતાં તમે મારી પાસે આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:6
31 Iomraidhean Croise  

ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


અને એલિયા આહાબને મળવા ગયો.એ વખતે સમરુનમાં દુકાળ સખત હતો.


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


તેના સંકટના સમયે તેણે, એટલે એ જ આહાઝ રાજાએ યહોવા ની આજ્ઞા નું એથી પણ વધારે ઉલ્લંઘન કર્યું.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, સૈન્યોના [ઈશ્વર] યહોવાને તેઓએ શોધ્યા નથી.


જો હું ખેતરમાં બહાર જાઉં, તો ત્યાં તરવારથી માર્યા ગયેલા! અને જો હું નગરમાં પેસું તો ત્યાં દુકાળથી પીડાતા! પ્રબોધક તથા યાજક બન્ને અજાણ્યા દેશમાં ભટકે છે, અને શું કરવું તે તેમને સૂઝતું નથી.”


હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


એ માટે જો, મેં મારો હાથ તારા પર લંબાવીને તારું ભથ્થું ઘટાડી નાખ્યું છે, ને મેં તને તારી વેરણો, એટલે પલિસ્તીઓની પુત્રીઓની ઇચ્છાને સ્વાધીન કરી છે, ને તેઓ તારા લંપટ આચરણથી શરમિંદી પડે છે.


તે મિસર દેશમાં પાછો જશે નહિ, પણ આશૂર તેનો રાજા થશે, કેમ કે તેઓએ [મારી તરફ] પાછા ફરવાની ના પાડી.


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


શું, અમારી નજર આગળથી અન્નનો નાશ થયો નથી? અમારા ઈશ્વરના મંદિરમાંથી હર્ષ તથા આનંદ બંધ થયા નથી?


અને જો એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહિ વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો,


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


તમારા હાથોનાં સર્વ કામોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી શિક્ષા કરી, તોપણ, ” યહોવા કહે છે, “તમે મારી તરફ ફર્યા નહિ.


તું ખેતરમાં ઘણું બી લઈ જશે, પણ થોડી ફસલ ઘેર લાવશે; કેમ કે તીડ તે ખાઈ જશે.


તે પસ્તાવો કરે, માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી.


હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ-યહૂદિયાનો એક માણસ તેની પત્ની તથા તેના પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો.


Lean sinn:

Sanasan


Sanasan