Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ખમીરવાળી વસ્તુનું આભારાર્થાર્પણ ચઢાવો, ને ઐચ્છોકાર્પણોનો ઢંઢેરો પિટાવીને તેમની જાહેર ખબર આપો.” કેમ કે પ્રભુ યહોવા કહે છે, “હે ઇઝરાયલ લોકો, એવું તમને ગમે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ખમીરવાળી રોટલીનું ઉપકારાર્થાપણ કરો, અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પિટાવી; જાહેરાત કરો, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલ લોકો એવું તમને ગમે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો. કારણકે હે ઇસ્રાએલીઓ, આમ કરવું તમને ગમે છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:5
19 Iomraidhean Croise  

માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.


યહોવા કહે છે, “મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.


આ મંદિર, જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો, ને મારી આગળ ઊભા રહીને કહેશો, ‘આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે?’


શું ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને, તથા ખોટા સમ ખાઈને, અને બાલની આગળ ધૂપ બાળીને, તથા જે અન્ય દેવોને તમે જાણ્યા નહિ તેઓની પાછળ ચાલીને,


હે ઇઝરાયલ, અન્યધર્મીઓની જેમ હર્ષનાદ ન કર; કેમ કે તું તારા ઈશ્વરની પાસેથી ભટકી ગયો છે, દરેક ખળીમાં તેં વેતન ચાહ્યું છે.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


તમારાં મકાનોમાંથી બે દશાંશ [એફાહ] ની આરતીની બે રોટલી તમારે લાવવી; તેઓ યહોવાને માટે પ્રથમ ફળ [ના અર્પણ] ને માટે મેંદાની તથા ખમીર સહિત પકાવેલી હોય.


“હું તમારા ઉત્સવોને ધિક્કારું છું, ને તમારાં ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહિ.


જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહિ.


અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્‍ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.


‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan