Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 “ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 સદોમ અને ગમોરાની જેમ મેં તમારામાંથી કેટલાકનો અગ્નિથી સંહાર કર્યો અને તમારામાંના જે થોડાક બચી ગયા તે આગમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” પ્રભુ એવું બોલ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 “ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી, તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી. તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા, તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “મેં જેમ સદોમ અને ગમોરામાં કર્યુ હતું, તેમ તમારા પર ત્રાસદાયક આફતો મોકલાવી, તમે આગમાંથી કાઢેલા લાકડાના ઢીમચા જેવા થઇ ગયા; છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:11
24 Iomraidhean Croise  

બાબિલ જે રાજ્યોમાં શિરોમણિ, ખાલદીઓનું ઉત્તમ સૌંદર્ય, તે સદોમ તથા ગમોરા જેઓને ઈશ્વરે પાયમાલ કરી નાખ્યાં તેઓના જેવું થશે.


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


વળી યરુશાલેમમાંના પ્રબોધકોમાં મેં અઘોર કામ જોયું છે; તેઓ વ્યભિચાર કરે છે, તથા અસત્ય માર્ગે ચાલે છે, ને દુષ્ટોના હાથને મજબૂત કરે છે, તેથી કોઈ પોતાની દુષ્ટતાથી પાછો ફરતો નથી. તેઓ સર્વ મારી નજરમાં સદોમના જેવા, અને તેના રહેવાસીઓ ગમોરાના સરખા, થઈ ગયા છે.


યહોવા કહે છે, સદોમ, ગમોરા તથા તેમની પાસેનાં નગરોનો સંહાર થયો તેમ, તેમાં કોઈ વષે નહિ, ને તેમાં કોઈ માનવ વાસો કરશે નહિ.


હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.


યહોવા કહે છે, ઈશ્વરે સદોમ, ગમોરા તથા તેઓની પાસેનાં નગરોની પાયમાલી કરી ત્યારે જેવું થયું તેવું ત્યાં થશે. એટલે ત્યાં કોઈ માણસ વસશે નહિ, અને તેમાં કોઈ પણ માણસ મુકામ કરશે નહિ.


તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.


તે મિસર દેશમાં પાછો જશે નહિ, પણ આશૂર તેનો રાજા થશે, કેમ કે તેઓએ [મારી તરફ] પાછા ફરવાની ના પાડી.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન ને દાંતને વૈર કરાવ્યું છે, ને તમારાં સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” એમ યહોવા કહે છે.


તમારા હાથોનાં સર્વ કામોમાં મેં તમને લૂથી, મસીથી તથા કરાથી શિક્ષા કરી, તોપણ, ” યહોવા કહે છે, “તમે મારી તરફ ફર્યા નહિ.


યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?”


એમ જ યશાયાએ આગળ પણ કહ્યું હતું, “જો સૈન્યોના પ્રભુએ આપણે માટે બીજ રહેવા દીધું ન હોત, તો આપણે સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.”


જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકશાન થશે; પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.


તારા દેશ પર વરસાદને બદલે યહોવા ભૂકો તથા ધૂળ વરસાવશે. તું નાશ પામે ત્યાં સુધી આકાશથી તે તારા પર વરસ્યા કરશે.


વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] ,


અને થનાર અધર્મીઓને ઉદાહરણ આપવા માટે સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.


અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્‍ત્રનો તિરસ્કાર કરો.


તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયાં છે.


બાકીનાં જે માણસોને તે અનર્થથી મારી નાખવામાં આવ્યા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી પસ્તાવો કર્યો નહિ, એટલે તેઓએ દુષ્ટાત્માઓની તથા સોનારૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની પૂજા કરવાનો [પસ્તાવો કર્યો નહિ].


Lean sinn:

Sanasan


Sanasan