Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 3:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 આશ્દોદના મહેલોમાં તથા મિસર દેશના મહેલોમાં જાહેર કરો, “સમરુનના પર્વતો પર તમે એકત્ર થાઓ, ને જુઓ, ત્યાં કેવાં મોટાં હુલ્લડો તથા ભારે જુલમ થઈ રહ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આશ્દોદના મહેલોમાં, અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે, “સમરુનના પર્વત ઉપર તમે ભેગા થાઓ. અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી, અને ભારે જુલમ થઈ રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આશ્દોદની અને મિસરના મહેલોમાં રહેતાં લોકોને જાહેર કરી જણાવો કે, “સમરૂનની આસપાસના પર્વત ઉપર તમે ભેગા થાઓ. ત્યાં મચેલી અંધાધૂંધી અને ઇસ્રાએલના સર્વ ગુનાઓનો શરમજનક તમાશો નિહાળો.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 3:9
22 Iomraidhean Croise  

ગાથમાં એ કહેતા ના, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરતા ના; રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખેને બેસુન્‍નતીઓની દીકરીઓ જ્યજ્યકાર કરે.


આપણને [તેમનો] સર્વ જાતનો મૂલ્યવાન માલ મળશે, આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું;


સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.


ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.


તું ફરી સમરૂનના પર્વતો પર દ્રાક્ષાવાડીઓ રોપીશ. રોપનારા રોપશે, ને તેઓનાં ફળ ખાશે.


“મિસરમાં ખબર આપો, મિગ્દોલમાં સંભળાવો, નોફમાં તથા તાહપાન્હેસમાં સંભળાવો; અને કહો, ‘ઊભો રહે, ને સજ્જ થા; કેમ કે તારી આસપાસ તરવારે નાશ કર્યો છે.’


“પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો, ધ્વજા ચઢાવો; પ્રગટ કરો, ને ગુપ્ત ન રાખો. કહો કે, બાબિલને જીતી લેવામાં આવ્યું છે, બેલ લજ્જિત થયો છે, મેરોદાખના ભાંગીને કકડેકકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓ લજ્જિત થઈ છે, તેનાં પૂતળાં ભાંગીતૂટી ગયાં છે.


પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પર તો ડાળીઓ ફૂટી નીકળશે, ને તમે મારા ઇઝરાયલ લોકોને તમારાં ફળ આપશો, કેમ કે તેઓનો [પાછા] આવવાનો [સમય] પાસે છે.


હું તેમને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વતો પર, એક પ્રજા કરીશ, તે સર્વનો એક રાજા થશે; અને ત્યાર પછી તેઓ કદી બે પ્રજાઓ થશે નહિ, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને બે રાજ્યો બનશે નહિ.


જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.


હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


તમે ગરીબોને કચરી નાખો છો, ને જોરજુલમથી તેની પાસેથી ઘઉં પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરનાં ઘરો તો બાંધ્યાં છે, પણ તમે તેઓમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ તમે તેમનો દ્રાક્ષારસ પીવા પામશો નહિ.


હે સિયોનમાં એશારામમાં રહેનારા તથા સમરુનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા મુખ્ય પ્રજાઓના પ્રખ્યાત માણસો, જેઓની પાસે ઇઝરાયલ લોક આવે છે, તે તમને અફસોસ!


તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો.


અમે ગરીબોને રૂપું આપીને ખરીદીએ, ને એક જોડ પગરખાં આપીને દરિદ્રીઓને ખરીદીએ, ને ઘઉંનું ભૂસું વેચીએ” [એવો વિચાર કરનારા] , તમે આ સાંભળો.


શું દુષ્ટતાથી [પ્રાપ્ત કરેલા] ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે?


હવે ઈશ્વરનો કોશ પલિસ્તીઓના હાથમાં આવ્યો હતો, ને તેઓ તેને એબેન-એઝેરમાંથી આશ્દોદમાં લાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan