Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 3:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેઓ જોરજુલમ ને લૂંટ [થી મેળવેલું દ્રવ્ય] પોતાના મહેલોમાં સંઘરી રાખે છે, તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી, ” એવું યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી” તેઓ હિંસાનો સંગ્રહ કરે છે અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 3:10
23 Iomraidhean Croise  

તેણે ખાઈ જવામાં કંઈ બાકી રાખ્યું નહિ. માટે તેની આબાદાની ટકશે નહિ.


શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી? જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે, અને યહોવાને વિનંતી કરતા નથી.


આપણને [તેમનો] સર્વ જાતનો મૂલ્યવાન માલ મળશે, આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું;


સુશીલ સ્‍ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.


દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ બધી બાબતો સમજે છે.


ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.


મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.


મેં વિચાર્યું ખરેખર તેઓ સામાન્ય [લોકો] છે; તેઓ મૂર્ખ છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના ઈશ્વરની ધર્મનીતિ જાણતા નથી.


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.


પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર કૃત્યો યહૂદિયાના માણસો અહીં કરે છે તે તેમની નજરમાં નજીવાં લાગે છે? તેઓએ જોરજુલમથી દેશને ભરપૂર કર્યો છે, ને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ‍ ચઢાવ્યો છે. વળી, જો, તેઓ પોતાને નાકે ડાળી અડકાડે છે.


જ્યારે હું ઇઝરાયલને સાજો કરવા ઇચ્છતો હતો, ત્યારે એફ્રાઈમનો અન્યાય, તથા સમરુનની દુષ્ટતા જાહેર થઈ; કેમ કે તેઓ વિશ્વાસઘાત કરે છે. ચોર અંદર પેસે છે, ને લૂંટારાઓનું ધાડું બહારથી લૂંટે છે.


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


હે ઇનસાફને કડવાશરૂપ કરી નાખનારા, ને નેકીને પગ નીચે છૂંદનારાઓ,


શું ઘોડા ખડક પર દોડી શકશે? શું કોઈ ત્યાં બળદોથી ખેડશે? કેમ કે તમે ઇનસાફને ઝેરરૂપ, ને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યાં છે.


તમે માઠા દિવસને દૂર રાખવા માગો છો, ને જોરજુલમ કરવાને આતુર છો.


સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે, પ્રભુ યહોવાએ પોતાના સોગન ખાધા છે. “હું યાકૂબના ગર્વથી કંટાળું છું, ને તેના મહેલોને ધિક્કારું છું. એ માટે નગરને તથા તેની અંદર જે કંઈ છે તે સર્વને હું પારકાને સ્વાધીન કરી દઈશ.


શું દુષ્ટતાથી [પ્રાપ્ત કરેલા] ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે?


જેઓ ઉંબરાઓ કૂદી જઈને જોરજુલમથી અને ઠગાઈથી પોતાના ધણીનું ઘર ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”


કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતાં, અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan