Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યહોવાહ આ પ્રમાણે કહે છે; તૂરના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે, અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:9
23 Iomraidhean Croise  

અને તૂરના રાજા હિરામે દાઉદ પાસે સંદેશિયા મોકલ્યા. તે સાથે એરેજવૃક્ષો, સુતારો તથા સલાટો [પણ] મોકલ્યા. અને તેઓએ દાઉદને માટે ઘર બાંધ્યું.


ગબાલ તથા આમ્મોન તથા અમાલેક, તૂરની વસતિ સહિત પલિસ્તીઓ [કરાર કરે છે] ;


સૂરના, સિદોનના તથા સમુદ્રને પેલે પારના બેટોના સર્વ રાજાઓ;


કેમ કે એવો સમય આવશે કે, જે સમયે સર્વ પલિસ્તીઓને લૂંટવામાં આવશે, ને સૂર તથા સિદોનના બચી ગયેલા હરેક મદદગારને કાપી નાખવામાં આવશે; કેમ કે યહોવા પલિસ્તીઓને, એટલે સમુદ્રકાંઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓને, નષ્ટ કરશે.


યહોવાનું વચન ફરીથી મારી પાસે આવ્યું,


તારું દ્રવ્ય, તારો સોદો, તારો માલ, તારા ખલાસીઓ, તારા સુકાનીઓ, તૂટફાટ, દુરસ્ત કરનારા તથા તારો માલ વેચવાસાટવા વાળા, તારી અંદરના તારા સર્વ સૈનિકો, તથા તારી અંદરનું તારું આખું મંડળ, તારા નાશને દિવસે સમુદ્રમાં ગરક થશે.


યહોવાનું વચન ફરી મારી પાસે આવ્યું,


તારા પુષ્કળ અન્યાયથી, તારા વેપારમાં દગો કરીને, તેં તારાં શુદ્ધસ્થાનોને ભ્રષ્ટ કર્યાં છે. એ માટે મેં તારામાં અગ્નિ પ્રગટાવ્યો છે, તેણે તને ભસ્મ કર્યો છે, ને તારા સર્વ પ્રેક્ષકોની નજરમાં મેં પૃથ્વી પર તને ભસ્મ કરી નાખ્યો છે.


યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ.


યહોવા કહે છે: “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે અદોમને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.


જે દિવસે પરદેશીઓ તેની સંપત લઈ ગયા, ને બીજા દેશના લોકો તેના દરવાજાઓની અંદર પેસી ગયા, ને યરુશાલેમ પર ચિઠ્ઠીઓ નાખી, તે દિવસે તું આઘો ઊભો રહ્યો, હા, તું જાણે તેઓમાંનો જ એક હોય તેમ [તેં કર્યું.]


યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે.


“ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા! તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને કયારનોયે પસ્તાવો કર્યો હોત.


વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે.


ઓ ખોરાજીન, તને હાયહાય! ઓ બેથસાઈદા, તને હાયહાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ક્યારનોયે ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.


તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે.


Lean sinn:

Sanasan


Sanasan