Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી હું દમસ્કસની ભૂંગળ તોડી નાખીશ, ને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓને, ને બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે, ” એમ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હું દમાસ્ક્સ શહેરના દરવાજાના ભુકા બોલાવીશ. હું આવેન [અર્થાત્ દુષ્ટતાનીૃ ખીણના રહેવાસીઓનો અને બેથ-એદેનના રાજર્ક્તાઓનો સંહાર કરીશ. અરામના લોકો કીરપ્રદેશમાં બંદીવાન તરીકે લઈ જવાશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ-એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ; અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે,” એમ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનો નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:5
14 Iomraidhean Croise  

હવે યરોબામનાં બાકીનાં કૃત્યો, તેણે જે કર્યું તે, તથા તેનું પરાક્રમ, એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, ને દમસ્કસ તથા હમાથ જે યહૂદિયાનાં હતાં તે કેવી રીતે તેણે ઇઝરાયલને માટે પાછા મેળવ્યાં, એ સર્વ ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


આશૂરના રાજાએ તેનું સાંભળ્યું; અને આશૂરના રાજાએ દમસ્કસ પર ચઢાઈ કરીને તે સર કર્યું, ને [તેના લોકો] ને પકડીને કીર લઈ ગયો, ને રસીનને મારી નાખ્યો.


એલામે પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી.


તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] યહોવા એવું કહે છે, “તમારે માટે મેં [સૈન્યને] બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.


કેમ કે તે છોકરામાં મારા પિતા, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કસનું દ્રવ્ય તથા સમરૂની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”


લવરી કરનારાઓ પર તરવાર આવી પડી છે, તેઓ ઘેલા બની જશે; તેના શૂરવીરો પર તરવાર આવી છે, ને તેઓ ભયભીત થશે.


બાબિલના શૂરવીરો લડવાનું બંધ કરે છે, તેઓ પોતાના કિલ્લાઓમાં ભરાઈ રહ્યા છે. તેઓનું સામર્થ્ય ખૂટી ગયું છે; તેઓ સ્ત્રીઓના જેવા થઈ ગયા છે; તેનાં ઘરબાર બળી ગયાં છે. તેની ભૂંગળો ભાંગી ગઈ છે.


તેના દરવાજા જમીનદોસ્ત થયા છે; પ્રભુએ તેની ભૂંગળોને ભાંગીને નષ્ટ કરી છે. જે વિદેશીઓમાં નિયમશાસ્‍ત્ર નથી હોતું તેવા લોકોમાં તેનો રાજા તથા તેના સરદારો છે! વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી.


હારાન, કાન્નેહ, એદેન, શેબાના, આશૂરના [તથા] ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.


આવેનના તથા પી-બેસેથના જુવાનો તરવારથી માર્યા જશે અને એ નગરોના લોકો ગુલામગીરીમાં જશે,


ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને [કહેશે] કે, ‘અમારા પર પડો.’


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


યહોવા કહે છે, “હે ઇઝરાયલીઓ, તમે મારે મન કૂશપુત્રોના જેવા નથી? શું હું ઇઝરાયલને મિસર દેશમાંથી, પલિસ્તીઓને કાફતોરથી, ને અરામીઓને કીરથી બહાર લાવ્યો નથી?


જો, તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારામાં [રહેનાર] લોકો સ્‍ત્રીઓ [જેવા] છે. તારા દેશના દરવાજા તારા શત્રુઓ આગળ છેક ખુલ્‍લા મૂકવામાં આવ્યા છે; અગ્નિએ તારી ભૂંગળોને ભસ્મ કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan