Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ હું ઇઝરાયલના ઘરમાં અગ્નિ મોકલીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ માટે હું હઝાએલ રાજાએ બંધાવેલા મહેલો પર અગ્નિ વરસાવીશ અને બેનહદાદ રાજાના કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:4
20 Iomraidhean Croise  

યહોવાએ તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.


જે નગરો હઝાએલના દીકરા બેન-હદાદે યુદ્ધ કરીને યોઆશના પિતા યહિઆહાઝના હાથમાંથી લઈ લીધાં હતાં, તે યોઆશે તેના હાથમાંથી પાછા લઈ લીધાં. ઇઝરાયલનાં એ નગરો પાછાં લઈ લેતાં યોઆશે તેને ત્રણ વાર હરાવ્યો હતો.


એથી ઇઝરાયલ પર યહોવાનો કોષ સળગી ઊઠ્યો. અને યહોવાએ તેમને અરામના રાજા હઝાએલનાં હાથમાં તથા હઝાએલના દીકરા બેન-હદાદના હાથમાં વારંવાર સોંપ્યાં.


ત્યાર પછી એમ થયું કે અરામના રાજા બેન-હદાદે પોતાનું બધું સૈન્ય એકત્ર કર્યું, ને ચઢી આવીને સમરુનને ઘેરી લીધું.


ત્યારે આસાએ યહોવાના મંદિરનાં તથા પોતાના મહેલનાં ભંડારોમાંથી સોનુંરૂપું લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને કહાવ્યું,


પણ જો તમે સાબ્બાથના દિવસને પવિત્ર માનવાનું, તથા તે દિવસે યરુશાલેમના દરવાજાઓમાં થઈને બોજો ઉપાડયા વગર અંદર પેસવાનું મારું (વચન) સાંભળશો નહિ, તો હું તેના દરવાજાઓમાં અગ્નિ સળગાવીશ, ને યરુશાલેમના રાજમહેલોને બાળીને ભસ્મ કરશે, ને તે હોલવાશે નહિ.”


હું દમસ્કસના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”


જ્યારે હું મિસરમાં આગ સળગાવીશ, ને તેના સર્વ મદદગારો નાશ પામશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


વળી હું માગોગ પર તથા જેઓ દરિયાકિનારે નીડર થઈને રહે છે તેઓ પર અગ્નિ મોકલીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું:


કેમ કે ઇઝરાયલ લોકો પોતાના ઉત્પન્નકર્તાને ભૂલી ગયા છે, ને તેઓએ મહેલો બાંધ્યા છે; યહૂદિયાએ કોટબંધ નગરો વધાર્યાં છે; પણ હું તેનાં નગરો પર અગ્નિ મોકલીશ, ને તે તેઓના કિલ્લા ભસ્મ કરશે.


પણ હું તૂરના કોટ પર અગ્નિ મોકલીશ, ને તે તેના મહેલોને ભસ્મ કરી નાખશે.”


પણ હું તેમાન પર અગ્નિ મોકલીશ, ને તે બોસ્રાના મહેલોને ભસ્મ કરશે.”


પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.


પણ હું ગાઝાના કોટ પર અગ્નિ મોકલીશ, ને તે તેના મહેલોને ભસ્મ કરશે.


પણ હું મોઆબ ઉપર અગ્નિ મોકલીશ, ને તે કરિયોથના મહેલોને ભસ્મ કરી નાખશે; અને મોઆબ હુલ્લડમાં, હોંકારાઓમાં તથા રણશિંગડાના અવાજમાં મરણ પામશે.


પણ હું યહૂદિયા પર અગ્નિ મોકલીશ, ને તે યરુશાલેમના મહેલોને ભસ્મ કરશે.”


શખેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો. અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan