Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવા કહે છે: “દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ ગિલ્યાદને લોઢાના ઝૂડિયાથી ઝૂડ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ આ પ્રમાણે કહે છે; દમસ્કસના ત્રણ ગુનાને લીધે, હા ચાર ગુનાને લીધે, હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. કેમ કે તેઓએ ગિલ્યાદને લોખંડના અનાજ ઝૂડવાના સાધનોથી માર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:3
26 Iomraidhean Croise  

અને એમ થશે કે હઝાએલની તરવારથી જે બચી જશે તેને યેહૂ મારી નાખશે, અને યેહૂની તરવારથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે.


એથી ઇઝરાયલ પર યહોવાનો કોષ સળગી ઊઠ્યો. અને યહોવાએ તેમને અરામના રાજા હઝાએલનાં હાથમાં તથા હઝાએલના દીકરા બેન-હદાદના હાથમાં વારંવાર સોંપ્યાં.


તેણે પચાસ સવારો, દશ રથો તથા દશ હજાર પાયદળ સિવાય યહોઆહાઝ પાસે બીજું કંઈ સૈન્ય રહેવા દીધું નહિ. કેમ કે અરામના રાજાએ તેમનો નાશ કરીને તેમને ખળીની ધૂળ જેવા કરી નાખ્યા હતા.


આશૂરના રાજાએ તેનું સાંભળ્યું; અને આશૂરના રાજાએ દમસ્કસ પર ચઢાઈ કરીને તે સર કર્યું, ને [તેના લોકો] ને પકડીને કીર લઈ ગયો, ને રસીનને મારી નાખ્યો.


હઝાએલે તેને પૂછ્યું, “મારા મુરબ્બી શા માટે રડો છો?” એણે ઉત્તર આપ્યો, “તું ઇઝરાયલી લોકો પર જે વિપત્તિ લાવવાનો છે તે હું જાણું છું માટે. તેઓના કિલ્લાઓને તું આગ લગાડીશ, તેમના જુવાનોને તું તરવારથી કતલ કરીશ, તેમના બાળકોને તું પછાડીને ટુકડા કરીશ, ને તેમની ગર્ભવતી સ્ત્રીઓને તું ચીરી નાખીશ.”


આ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે. મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.


છ સંકટોમાંથી તે તને ઉગારશે; હા, સાતમાંથી તને કંઈ હાનિ થશે નહિ.


છ વાનાં યહોવા ધિક્કારે છે; હા, સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:


સાતને, હા, વળી આઠને પણ કંઈક હિસ્સો આપ; કેમ કે પૃથ્વી પર શી આપત્તિ આવશે, તે તું જાણતો નથી.


કેમ કે સુવા અણીદાર હથિયારથી મસળતા નથી, ને જીરા પર ગાડાનું પૈડું ફરતું નથી; સુવા કાઠીથી, ને જીરું ઝૂડિયાથી ઝુડાય છે.


જુઓ, મેં તને તીક્ષ્ણ, નવા દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, ને પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.


એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજજડ થશે.


અરામનું શિર દમસ્કસ છે, ને દમસ્કસનું શિર રસીન છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ નાશ પામશે, ને પ્રજાની ગણતરીમાં રહેશે નહિ.


કેમ કે તે છોકરામાં મારા પિતા, ને મારી મા, એમ કહેવાની સમજણ આવશે, તે પહેલાં દમસ્કસનું દ્રવ્ય તથા સમરૂની લૂંટ આશૂરના રાજાની પાસે લઈ જવામાં આવશે.”


યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ.


યહોવા કહે છે: “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેમની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે પોતાના પ્રદેશ ની સરહદ વધારવા માટે તેઓએ ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.


યહોવા કહે છે: “ગાઝાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે અદોમને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા.


યહોવા કહે છે: “તૂરના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ ભાઈબંધીનો કરાર યાદ ન રાખતાં આખી પ્રજા અદોમને સોંપી દીધી.


યહોવા કહે છે: “મોઆબના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેણે અદોમના રાજાનાં હાડકાં બાળીને તેનો ચૂનો કર્યો.


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


યહોવા કહે છે: “ઇઝરાયલના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તેઓએ રૂપાને માટે નેકીવાનોને વેચ્યા છે, ને પગરખાંની જોડને માટે દરિદ્રીઓને વેચ્યા છે;


યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે.


અને તેની સરહદ પર આવેલા હમાથ [ઉપર] પણ છે; તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં [તેના પર પણ] છે.


Lean sinn:

Sanasan


Sanasan