Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:6
33 Iomraidhean Croise  

જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.


હે યાહ, જેને તમે શિક્ષા કરો છો, અને જેને તમે તમારા નિયમશાસ્‍ત્રમાંથી શીખવો છો તે પુરુષને ધન્ય છે;


મેં તેના માર્ગો જોયા છે, હું તેને સાજો કરીશ; વળી હું તેને દોરીશ, અને તેને તથા તેમાંના શોક કરનારાઓને હું દિલાસો આપીશ.


વળી યહોવા કહે છે, “મારે જ હાથે આ બધાંને ઉત્પન્ન કર્યાં છે, એટલે તેઓ થયાં; પણ જે ગરીબ તથા નમ્ર હ્રદયનો છે, ને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેની જ તરફ હું દષ્ટિ રાખીશ.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”


ત્યાં યહોવાનો હાથ મારા પર હતો, તમેણે મને કહ્યું, “તું અહીથી ઊઠીને મેદાનમાં ચાલ્યો જા, ને ત્યાં હું તારી સાથે વાત કરીશ.”


એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડયો, એ અવાજથી મારા હોઠ થથર્યા. મારાં હાડકાંમાં સડો લાગ્યો, ને મારી જગાએ હું કાંપ્યો. જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.


પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે; અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે,


લોકોએ તેને પૂછ્યું, “તો અમારે શું કરવું?”


ત્યારે તેઓએ કહ્યું, “કર્નેલ્યસ નામે એક સેનાપતિ છે, તે ન્યાયી તથા ઈશ્વરનું ભય રાખનાર માણસ છે, અને તેમને વિષે આખી યહૂદી કોમ સારું બોલે છે, તેમને પવિત્ર દૂતની મારફતે સૂચના મળી છે કે તે તમને પોતાને ઘેર તેડાવીને તમારી વાતો સાંભળે.”


માટે તું માણસને જોપ્પા મોકલીને સિમોન, જેમનું બીજું નામ પિતર છે, તેમને તારી પાસે તેડાવ. તે સમુદ્રને કાંઠે સિમોન ચમારને ઘેર ઊતરેલા છે.’


સિમોન ચમારને ત્યાં તે ઊતર્યો છે, તેનું ઘર સમુદ્રકાંઠે છે.”


હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”


ત્યારે મેં પૂછ્યું, ‘પ્રભુ, હું શું કરું?’ પ્રભુએ મને કહ્યું, ‘ઊઠીને દમસ્કસમાં જા; અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે બધા વિષે ત્યાં તને કહેવામાં આવશે’


પણ ઊઠ, અને ઊભો થા; કેમ કે હું તને સેવક ઠરાવું, તથા મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન દીધું છે.


ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે;


વળી યશાયા બહુ હિંમત રાખીને કહે છે, “જેઓ મને શોધતા નહોતા, તેઓને હું મળ્યો; જેઓ મારી ખોળ કરતા નહોતા તેઓની આગળ હું પ્રગટ થયો.”


કેમ કે ઈશ્વરના ન્યાયીપણાના વિષે આજ્ઞાન હોવાથી અને પોતાના [ન્યાયીપણા] ને સ્થાપન કરવાને યત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.


વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્‍ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;


હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું, અને હું મરી ગયો.


તેથી, મારા વહાલાઓ, જેમ તમે હંમેંશા આધીન રહેતા હતા તેમ, માત્ર મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારીસહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, પછી તારે શું કરવું તે હું તને બતાવીશ. અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે.”


શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan