Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:41 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 પછી તેણે તેને હાથ આપીને ઉઠાડી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી બતાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 પછી પિતરે તેને હાથ આપીને ઊભી કરી. અને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી થયેલી બતાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 પિતરે તેનો હાથ લંબાવ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને અંદર ઓરડામાં બોલાવ્યા. તેણે તેઓને ટબીથા બતાવી; તે જીવતી હતી!

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:41
15 Iomraidhean Croise  

અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, ને આખા મિસર દેશનો તે અધિપતિ છે.” અને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, કેમ કે તેણે તેઓની વાત માની નહિ.


અને એલિયા છોકરાને લઈને [માળ પરની] ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો, ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું, “જુઓ, તમારો છોકરો જીવતો છે.”


તેને કહ્યું, “તે ઊંચકી લે.” એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું.


નાશ પામવાની અણી પર આવેલાનો આશીર્વાદ મને મળતો, અને વિધવાના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવરાવતો.


યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે; તે અનાથોને તથા વિધવાઓને સંભાળે છે; પણ દુષ્ટોનો માર્ગ તે અવળો કરી નાખે છે.


અને પાસે આવીને તેમણે એનો હાથ પકડીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો; અને એણે તેઓની સેવા કરી.


હવે શહેરના દરવાજા પાસે તે આવ્યા, ત્યારે, જુઓ, તેઓ એક મૂએલા માણસને બહાર લઈ જતા હતા; અને તે તેની માનો એકનો એક દીકરો હતો, તે તો વિધવા હતી. અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા.


ત્યારે જે મૂએલો હતો તે બેઠો થયો, અને બોલવા લાગ્યો. તેમણે તેને તેની માને સોંપ્યો.


તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, અને તેથી તેઓ ઘણો આનંદ પામ્યા


તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું.


તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી.


પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.


પિતર બધે ફરતો ફરતો લુદા રહેનારા સંતોની પાસે પણ આવ્યો.


જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર.


જે વિધવા ખરેખર નિરાધાર છે, તે ઈશ્વર પર આસ્થા રાખે છે, અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan