પ્રે.કૃ. 9:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 તેથી પિતર તૈયાર થઈને તેમની સાથે ગયો. તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને ઉપલે માળે ઓરડીમાં લઈ ગયા. બધી વિધવાઓ તેને ઘેરી વળી અને તે જીવતી હતી ત્યારે તેણે જે પહેરણ અને ઝભ્ભા બનાવ્યા હતા તે તેને બતાવતાં તેઓ રડવા લાગી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેઓ તેને મેડી પર લઈ ગયા; સર્વ વિધવા બહેનો તેની પાસે ઊભી રહીને રુદન કરતી જ્યારે દરકાસ તેઓની સાથે હતી ત્યારે જે અંગરખા તથા વસ્ત્રો તેણે બનાવ્યાં હતા તે તેઓ પિતરને બતાવવા લાગી. Faic an caibideilપવિત્ર બાઈબલ39 પિતર તૈયાર થઈ ગયો અને તેઓની સાથે ગયો. જ્યારે તે આવી પહોંચ્યો, તેઓ તેને મેડી પરના ઓરડામાં લઈ ગયા. બધી જ વિધવાઓ પિતરની આજુબાજુ ઊભી રહી. તેઓ રુંદન કરતાં હતાં. ટબીથા જ્યારે જીવતી હતી ત્યારે જે વસ્ત્રો બનાવ્યા હતા તે તેઓએ પિતરને દેખાડ્યા. Faic an caibideil |