Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:38
15 Iomraidhean Croise  

તમારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું, ને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રવાટે યાફામાં તમારી પાસે લાવીશું; અને તમે તે યરુશાલેમ લઈ જજો.”


તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા. વળી તેઓએ સિદોનીઓને તથા તૂરીઓને સીધુંસામાન તથા તેલ આપ્યાં, એ માટે કે ઇરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનોનથી સમુદ્રવાટે યાફા સુધી તેઓ એરેજકાષ્ટ લાવે.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


હવે તું જોપ્પામાં માણસો મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.


તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને જોપ્પા મોકલ્યા.


ત્યારે તેણે અમને ખબર આપી. ‘મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું, કે, [માણસને] જોપ્પા મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.


અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વરસ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં “ખ્રિસ્તી” કહેવાયા.


“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી, અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય તેવું એક વાસણ આકાશમાંથી ઊતરતું જોયું. તે મારી પાસે આવ્યું.


તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. પછી તે દમસ્કસમાં શિષ્યોની સાથે કેટલાક દિવસ રહ્યો.


પિતર બધે ફરતો ફરતો લુદા રહેનારા સંતોની પાસે પણ આવ્યો.


હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.


આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.


પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં [પિતર] ઘણા દિવસો સુધી રહ્યો.


મે-યાર્કોન, રાક્કોન, યાફો સામેની સીમા સહિત.


Lean sinn:

Sanasan


Sanasan