Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 હવે જોપ્પામાં એક શિષ્યા હતી, તેનું નામ તાબીથા, એટલે દરકાસ, હતું; તે સ્ત્રી ભલાઈ કરવામાં તથા દાનધર્મ કરવામાં આગળ પડતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 યાફા શહેરમાં ટબીથા નામની ઈસુની શિષ્યા હતી. (તેનું ગ્રીક નામ, દોરકસ, અર્થાત “હરણ.”) તે હંમેશા લોકો માટે શુભ કાર્યો કરતી. જે લોકોને પૈસાની જરુંર હોય તે લોકોને તે હંમેશા પૈસા આપતી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:36
30 Iomraidhean Croise  

તમારે જોઈએ તેટલાં લાકડાં અમે લબાનોનમાંથી કાપીશું, ને તેના તરાપા બાંધીને અમે તે સમુદ્રવાટે યાફામાં તમારી પાસે લાવીશું; અને તમે તે યરુશાલેમ લઈ જજો.”


તેઓએ સલાટોને તથા સુતારોને પૈસા આપ્યા. વળી તેઓએ સિદોનીઓને તથા તૂરીઓને સીધુંસામાન તથા તેલ આપ્યાં, એ માટે કે ઇરાનના રાજા કોરેશની પરવાનગી પ્રમાણે લબાનોનથી સમુદ્રવાટે યાફા સુધી તેઓ એરેજકાષ્ટ લાવે.


પ્રેમાળ હરણી તથા મનોહર મૃગલી [જેવી તે તને લાગો] , સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હંમેશાં ગરકાવ રહે.


મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.


હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું, કે તેની મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને ઢંઢોળીને ઊઠાડસો નહિ કે જગાડશો નહિ.


ઓ મારા પ્રીતમ, ઉતાવળ કર, સુગંધી દ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.


પણ યૂના યહોવાની હજૂરમાંથી તાર્શિશ નાસી જવાને ઊઠ્યો. તે યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આપ્યું, ને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા માટે તેમાં ચઢી બેઠો.


તેમ જ જેને બે, તે પણ બીજા બે કમાયો.


હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.


ત્યારે તેણે તેઓને અંદર બોલાવીને પરોણા રાખ્યા. બીજે દિવસે તે તેઓની સાથે ગયો, અને જોપ્પામાંના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા.


તે બોલ્યો, ‘કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.


તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને જોપ્પા મોકલ્યા.


ત્યારે તેણે અમને ખબર આપી. ‘મેં મારા ઘરમાં એક દૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું, કે, [માણસને] જોપ્પા મોકલીને સિમોન, જેનું બીજું નામ પિતર છે, તેને તેડાવ.


“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી, અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલી હોય તેવું એક વાસણ આકાશમાંથી ઊતરતું જોયું. તે મારી પાસે આવ્યું.


હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.”


આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.


કેમ કે આપણે તેમની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્‍ન કરવામાં આવ્યા છે. તે [સારી કરણીઓ] વિષે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.


અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.


તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્‍ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો, અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો, અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં વધતા જાઓ.


કેમ કે તમે ખરેખર આખા મકદોનિયાના સર્વ ભાઈઓ પર એ પ્રમાણે પ્રેમ રાખો છો. પણ, ભાઈઓ અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજુ વધારે પ્રેમ રાખો.


સત્કર્મ માટે ખ્યાતિ પામેલી, પોતાનાં છોકરાંનું પ્રતિપાલન કર્યું હોય, પરોણાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય, દુ:ખીઓને સહાય કરી હોય, અને દરેક સત્કર્મમાં ખંતીલી હોય એવી વિધવાનું નામ ટીપમાં દાખલ કરવું.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


સારી કરણીઓ કરીને તું પોતે સર્વ વાતે નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા,


એ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો તેઓ સારાં કામ કરવાની કાળજી રાખે, માટે આ વાતો તું તેઓનાં મનમાં ઠસાવ્યા કરે, એવી મારી ઇચ્છા છે. આ બાબતો સારી તથા માણસોને હિતકારક છે.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.


મે-યાર્કોન, રાક્કોન, યાફો સામેની સીમા સહિત.


Lean sinn:

Sanasan


Sanasan