Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 [ત્યારે] લુદા તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:35
32 Iomraidhean Croise  

શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.


તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના કસબાઓમાં તથા શારોનનાં બધાં ગોચરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા.


એલ્પાલના પુત્રો:એબેર મિશામ, તથા શેમેદ, જેણે ઓનો તથા લોદ તેમના કસબાઓ સહિત વસાવ્યાં.


લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો પચીસ.


લોદ, ઓનો તથા કારીગરોના નીચાણમાં [વસ્યા].


લોદના, હાદીદના તથા ઓનોના પુત્રો, સાતસો એકવીસ.


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


પૃથ્વીની સર્વ સીમા [ના લોકો] યહોવાને સંભારીને તેમની તરફ ફરશે; અને વિદેશીઓનાં સર્વ કુટુંબો તમારી આગળ આવીને પ્રણામ કરશે.


હે ઇઝરાયલીઓ જેમની સામે તમે ભારે ફિતૂર કરેલું છે, તેમની તરફ ફરો.


દેશ વિલાપ કરે છે, ને નિર્ગત થાય છે; લબાનોન લજિજત થઈને ચીમળાઈ જાય છે! શારોન ઉજજડ રાજ જેવો થયો છે; બાશાન તથા કાર્મેલ [પોતાનાં પાતરાં] ખેરવી નાખે છે.


તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાનું ગૌરવ, આપણા ઈશ્વરનો વૈભવ જોશે.


જે મારા લોકોએ મને શોધ્યો છે, તેમને માટે શારોન ઘેટાંના ટોળાના બીડ સમું થશે, ને આખોરની ખીણ ઢોરોનું વિશ્રામસ્થાન થશે.


આ પ્રમાણે કોણે સાંભળ્યું છે? આ પ્રમાણે કોણે જોયું છે? શું એક દિવસમાં દેશનો પ્રસવ થાય? શું પ્રજા એકાએક જન્મ પામે? પરંતુ સિયોનને પ્રસવવેદના થઈ કે તરત જ તેણે પોતાનાં છોકરાંને જન્મ આપ્યો.”


આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ, ને યહોવાની તરફ ફરીએ.


તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે.


પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.


માટે મારો એવો અભિપ્રાય છે કે વિદેશીઓમાંથી ઈશ્વર તરફ જેઓ ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ.


બે વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત‍ સાંભળી.


એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈ ને પ્રબળ થઈ.


અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્‍ન હતા. વળી પ્રભુ રોજરોજ તારણ પામનારાઓ તેઓની મંડળીમાં ઉમેરતા હતા.


તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને [વિશ્વાસ કરનારા] ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.


પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, અને તારું બિછાનું ઊંચકી લે;” એટલે તે તરત ઊઠ્યો.


આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.


પણ જ્યારે તે [લોકો] પ્રભુની તરફ ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે.


જ્યારે તું સંકટમાં હોય, ને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય, ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે.


Lean sinn:

Sanasan


Sanasan