Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ શાઉલમાં વિશેષ બળ આવતું ગયું, અને [ઈસુ] તે જ ખ્રિસ્ત છે એનાં પ્રમાણો આપીને તેણે દમસ્કસમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ શાઉલનો પ્રચાર એથી પણ વિશેષ જોરદાર બન્યો, અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તે અંગે તેણે આપેલા પુરાવા એવા ખાતરીદાયક હતા કે દમાસ્ક્સમાં રહેતા યહૂદીઓ તેને જવાબ આપી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ શાઉલમાં વિશેષ શક્તિ આવતી ગઈ. ઈસુ તે જ ખ્રિસ્ત છે એ ઘણી સાબિતીઓ આપીને દમસ્કસમાં રહેનારા યહૂદીઓને તેણે આશ્ચર્ય પમાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પણ શાઉલ વધારે ને વધારે બળવાન થયો. તેણે સાબિત કર્યુ કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. તેની સાબિતીઓ એટલી મજબૂત હતી કે દમસ્કમાં રહેતા યહૂદિઓ તેની સામે દલીલો કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:22
21 Iomraidhean Croise  

પણ તેનું ધનુષ્ય બળભેર રહ્યું, ને યાકૂબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. (ત્યાંથી ઘેટાંપાળક, એટલે ઇઝરાયલનો ખડક, થયો).


તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ; અને પાપીઓ તમારી તરફ ફરશે.


તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે, તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે.


નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું. અને [એવું પણ કહ્યું કે,] “જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.”


પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતાં યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે, ઈસુ તે જ ખ્રિસ્ત છે.


તેઓએ તેને માટે એક દિવસ નક્કી કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા. તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મૂસાના નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.


તેણે તરત જ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કર્યા કે, “તે ઈશ્વરના દીકરા છે.”


જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મય પામીને બોલ્યા, “જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશાલેમમાં ઘાણ વાળ્યો, અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે, તે શું એ નથી?”


ઘણા દિવસ વીત્યા પછી યહૂદીઓએ તેને મારી નાખવાની મસલત કરી.


પણ બાર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, અને તેણે માર્ગમાં કેવી રીતે પ્રભુને જોયા હતા, અને કેવી રીતે તે તેની સાથે બોલ્યા હતા, અને તેણે કેવી રીતે દમસ્કસમાં ઈસુને નામે હિંમતથી ઉપદેશ કર્યો હતો, એ તેણે તેઓને કહી બતાવ્યું.


પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.


ત્યાર બાદ ત્રણ વરસ પછી કેફાની મુલાકાત લેવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan