Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતા, “ઈશ્વરની જે મહાન શક્તિ કહેવાય છે તે એ માણસ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અને બધા લોકો તેનું સાંભળતા. તેઓ કહેતા, “સિમોન તો ‘મહાશક્તિ’ તરીકે ઓળખાતા દેવનો અવતાર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધા જ લોકો ઓછા મહત્વના કે વધારે મહત્વના-સિમોન જે કહેતો તે માનતા. લોકો કહેતા, “આ માણસ પાસે દેવની સત્તા છે. ‘જે મહાન સત્તા’ કહેવાય છે!”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:10
12 Iomraidhean Croise  

વળી યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” એવું યહોવા કહે છે.


પછી સૈન્યોના સર્વ સરદારો, કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા તથા નાનાથી તે મોટા સુધી બધા લોકોએ,


“કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી બધા લોભી થયા છે; અને પ્રબોધકથી તે યાજક સુધી બધા જૂઠાણું ચલાવે છે.


તે માટે હું તેઓની પત્નીઓ બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી તે મોટા સુધી સઘળા લોભિયા થયા છે. પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે.


નિનવેના લોકોએ ઈશ્વર [ના વચન] પર વિશ્વાસ કર્યો. અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું.


પાઉલે જે કર્યું હતું તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં પોકારીને કહ્યું કે, માણસોનું રૂપ લઈને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.


પણ તેઓ ધારતા હતા કે, હમણાં તેને સોજો ચઢશે, અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું, “તે તો કોઈ દેવ છે.”


પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે.


કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તેથી તમે ખુશીથી મૂર્ખોનું સહન કરતા હશો.


જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનરા તથા આમતેમ ફરનારા ન થઈએ


તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે.


મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખું જગત શ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું.


Lean sinn:

Sanasan


Sanasan