Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:55 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલો જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

55 પણ સ્તેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ જોયું. તેણે ઈશ્વરનું ગૌરવ જોયું અને ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊભેલા જોયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:55
27 Iomraidhean Croise  

કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે.


પછી યહોવાનું ગૌરવ મંદિરના ઊમરા પરથી જઈને કરુબો પર થંભ્યું.


પછી યહોવાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઊમરા ઉપર થંભ્યું; અને મંદિર વાદળાથી ભરાઈ ગયું, ને ચોક પ્રભુના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો.


અને યહોવાનું ગૌરવ નગરમાંથી ઊપડીને નગરની પૂર્વ બાજુએ આવેલા પર્વત પર થંભ્યું.


ત્યારે હું ઊઠીને મેદાનમાં ગયો. અને, જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું; અને હું ઊધો પડી ગયો.


પણ યાકૂબને તેનો અપરાધ તથા ઇઝરાયલને તેનું પાપ કહી બતાવવા માટે હું યહોવાના આત્મા વડે ખચીત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું.


પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.


ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું.


યશાયાએ તેમનો મહિમા જોયો તે કારણથી તેણે એ વાતો કહી, અને તે તેમને વિષે બોલ્યો.


અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને મારી પાસે લઈ જઈશ. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ [રહો].


તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.


ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, “ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો,


પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.


માટે, ભાઈઓ, તમે પોતાનામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે, જેઓને અમે એ કામ પર નીમીએ.


એ વાત આખી મંડળીને સારી લાગી; અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.


સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


હવે જે વાત અમે કહીએ છીએ, તેનો સાર એ છે કે આપણને એવા પ્રમુખયાજક મળ્યા છે કે, જે આકાશમાં મહત્‍ત્વના રાજયાસનની જમણી તરફ બેઠેલા છે,


કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ, “એ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્‍ન છું.” ત્યારે ઈશ્વર પિતા તરફથી તે માન તથા મહિમા પામ્યા.


તેનું તેજ યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું!


Lean sinn:

Sanasan


Sanasan