Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 જે મૂસાનો તેઓએ નકાર કરીને કહ્યું હતું, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો’ તેને જે દૂત તેને ઝાડવા મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધાર કરનાર થવા માટે મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 “ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?’ તેને જે સ્વર્ગદૂત તેને ઝાડવાં મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારુ મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 “આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો? ના! એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો. દેવે મૂસાને દૂતની મદદથી મોકલ્યો. આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:35
32 Iomraidhean Croise  

પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.


તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.


અને ઈશ્વરનો જે દૂત ઇઝરાયલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો; અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.


અને એમ થયું કે સવારના પહોરમાં યહોવાએ અગ્નિ તથા મેઘસ્તંભમાંથી મિસરીઓના સૈન્ય ઉપર નજર કરીને મિસરીઓના સૈન્યનો પરાજય કર્યો.


ત્યારે તેણે કહ્યું, “તને અમારા ઉપર અધિકારી તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો? તેં જેમ પેલા મિસરીને મારી નાખ્યો, તેમ મને મારી નાખવાનું તું ધારે છે શું?” અને મૂસાને ડર લાગ્યો, ને તેણે કહ્યું, “નિશ્ચે તે વાતની ખબર પસી ગઈ છે.”


અને હવે ચાલ, જે જગા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ.”


અને તારી આગળ હું દૂતને મોકલીશ; અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસીને હું હાંકી કાઢીશ;


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


અને અમે યહોવાને હાંક મારી ત્યારે તેમણે અમારી વાણી સાંભળી, ને દૂતને મોકલીને અમને મિસરમાંથી કાઢી લાવ્યા. અને જો, અમે તારી સરહદના છેડા પરના કાદેશ નગરમાં [આવી પહોંચ્યા] છીએ.


પણ મૂએલાં લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’


પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી.’


ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું, “એને તો નહિ, પણ બરાબાસને” હવે બરાબાસ તો લૂંટારો હતો.


ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું, “એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો.” પિલાત તેઓને કહે છે, “શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?” મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “કાઈસાર સિવાય અમારે [બીજો] કોઈ રાજા નથી.


એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્‍તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.”


મૂસાએ તો કહ્યું હતું, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેનું સાંભળવું.


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


ચાળીસ વરસ પૂરાં થયાં ત્યારે ઈશ્વરદૂતે સિનાઈ પહાડના રાનમાં ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


કેમ કે દૂતોદ્વારા કહેલું વચન જો સત્ય ઠર્યું, અને દરેક પાપનું તથા આજ્ઞાભંગનું યોગ્ય ફળ મળ્યું,


તેઓ ઈશ્વરના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, “ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.


યાકૂબ મિસરમાં ગયો ત્યાર પછી, જ્યારે તમારા પિતૃઓએ યહોવાની આગળ પોકાર કર્યો, ત્યારે યહોવાએ મૂસા તથા હારુનને મોકલ્યા, તેઓ તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા ને તેમને આ જગાએ વસાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan