Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 6:14
33 Iomraidhean Croise  

તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો, ને પ્રભુ યહોવા તમને મારી નાખશે; અને તે પોતાના સેવકોનું નામ બીજું પાડશે.


ત્યારે યર્મિયાએ સર્વ સરદારોને તથા સર્વ લોકોને કહ્યું, “જે જે ભવિષ્યવચનો તમે સાંભળ્યાં છે તે સર્વ આ મંદિરની તથા આ નગરની વિરુદ્ધ કહેવાને યહોવાએ મેન મોકલ્યો છે.


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મિખા મોરાશ્તી ભવિષ્ય કહેતો હતો; તેણે યહૂદિયાના સર્વ લોકોને કહ્યું કે, સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે, સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમ [ખંડિયેરના] ઢગલા થશે, ને મંદિરનો પર્વત વનનાં ઉચ્ચસ્થાનો જેવો થશે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે].


હે લબાનોન, તારાં દ્વાર ઉઘાડ કે, અગ્નિ તારાં એરેજવૃક્ષોને ભસ્મ કરે.


કેમ કે હું સર્વ પ્રજાઓને યરુશાલેમની સામે યુદ્ધ કરવાને એકત્ર કરીશ; અને તે નગર સર કરવામાં આવશે, ઘરો લૂંટવામાં આવશે, ને સ્ત્રીઓની આબરૂ લેવામાં આવશે. અડધું નગર ગુલામગીરીમાં જશે, પણ બાકીના લોકોને નગરમાંથી કાપી નાખવામાં આવશે નહિ.”


બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”


“અમે તેને એમ કહેતાં સાંભળ્યો કે, હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ, અને ત્રણ દિવસમાં વગર હાથે બનેલું હોય એવું બીજું [મંદિર] બાંધીશ.”


તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે, અને વિદેશીઓના સમયો પૂરા નહિ થાય, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.


“આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જ્યારે પાડી નહિ નંખાશે એવો એક પણ પથ્થર બીજા પથ્થર પર અહીં રહેવા દેવામાં આવશે નહિ.”


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.”


ઈસુ તેને કહે છે, “બાઈ, મારું માન; એવો સમય આવે છે કે જયારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન નહિ કરશો.


કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને શીખવ્યું, “જો મૂસાના નિયમ પ્રમાણે તમારી સુન્‍નત કરવામાં ન આવે તો તમે તારણ પામી શકતા નથી.”


તેઓએ તારે વિષે સાંભળ્યું છે કે, તું વિદેશીઓમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસા [ના નિયમશાસ્‍ત્ર] નો ત્યાગ કરવાનું શીખવે છે, અને કહે છે કે, તમારે તમારા છોકરાઓની સુન્‍નત કરાવવી નહિ, અને [પૂર્વજોના] સંપ્રદાય પ્રમાણે ચાલવું નહિ.


ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું, “યહૂદીઓના નિયમશાસ્‍ત્ર અથવા મંદિર અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી.”


વિશેષે કરીને એટલા માટે કે જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે આપ માહિતગાર છો. માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.


ત્રણ દિવસ પછી [પાઉલે] યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવીને એકત્ર કર્યા; અને તેઓ એકત્ર થયા ત્યારે તેણે તેઓને કહ્યું, “ભાઈઓ, જો કે લોકોની વિરુદ્ધ અથવા આપણા પૂર્વજોના સંપ્રદાયની વિરુદ્ધ મેં કંઈ કર્યું નથી, તોપણ યરુશાલેમથી રોમનોના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવ્યો છે.


તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યું છે તે આવે ત્યાં સુધી તે [નિયમ] ઉલ્લંઘનોને લીધે આપવામાં આવ્યો હતો. અને તે મધ્યસ્થદ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો.


પણ આ વિશ્વાસ આવ્યા પહેલાં, આપણે નિયમને આધીન રહીને, જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો, તેને અર્થે આપણને અંકુશમાં રાખવામાં આવ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan